પરીક્ષામાં ઓછા ગુણ લાવનારી પુત્રીની કરી હત્યા: પિતાની ધરપકડ...

પરીક્ષામાં ઓછા ગુણ લાવનારી પુત્રીની કરી હત્યા: પિતાની ધરપકડ…

સાંગલી: સાંગલી જિલ્લામાં પરીક્ષામાં ઓછા ગુણ લાવનારી 16 વર્ષની પુત્રીની હત્યા કરવા બદલ 45 વર્ષના પિતાની ધરપકડ કરવામાં આવી હતી. સાંગલીમાં આતપાડી તહેસીલના નેલકરંજી ગામમાં શનિવારે રાતે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલી સગીરાની ઓળખ સાધના ભોસલે તરીકે થઇ હતી.

સાધના 12મા ધોરણમાં ભણતી હતી અને તેને પરીક્ષામાં ઓછા ગુણ આવ્યા હતા, જેને કારણે તેના પિતા ધોંડીરામ ભોસલે નારાજ થયા હતા અને આ બાબતને લઇ બંને વચ્ચે ઝઘડો થયો હતો, એમ પોલીસે કહ્યું હતું. દરમિયાન ઉશ્કેરાયેલા ધોંડીરામે પત્ની અને પુત્રની હાજરીમાં પથ્થરના ગ્રાઇન્ડરનું લાકડાનું હેન્ડલ પકડીને સાધના પર હુમલો કર્યો હતો.

હુમલામાં ઘવાયેલી સાધનાને સારવાર માટે સાંગલીની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમના અહેવાલમાં અનેક ઇજાને કારણે સાધનાનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આતપાડી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય બાહિરે જણાવ્યું હતું કે સાધનાની માતાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે હત્યાનો ગુનો દાખલ કરીને ધોંડીરામની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button