નવા વર્ષે’ જન્મેલી દીકરી માટે 13 વર્ષથી પિતાએ જાળવી રાખી છે ‘આ’ પરંપરા
'બેટી બચાવો' અભિયાન માટે ઉદાહરણરુપ પરભણીનો કિસ્સો જાણો
મુંબઈ: નવા વર્ષના આગમનની ઉજવણી લોકો પાર્ટી કરીને તો અમુક લોકો દેવ દર્શન કરીને કરતા હોય છે, પરંતુ પરભણીમાં નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીં ૧૩ વર્ષથી એક પરંપરાને સંભાળી રાખવામાં આવી છે. નવા વર્ષે જન્મેલી દીકરીને સોનાનું નાણું આપવામાં આવે છે તથા જલેબી પણ વહેંચવામાં આવી હતી. પરભણીમાં શહેરના હરિયાણા જલેબી સેન્ટરના માલિક સન્ની સિંહ દ્વારા દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા તથા તેમનું સ્વાગત કરવા માટે ૧૩ વર્ષથી પહેલી જાન્યુઆરીએ એટલે કે નવા વર્ષના પહેલા દિવસે જન્મેલી એક ક્ધયારત્નને સોનાનો સિક્કો આપવામાં આવે છે.
સન્ની સિંહ અને તેના પિતા ધરમવીસ સિંહના માર્ગદર્શન હેઠળ ૧૩ વર્ષથી પહેલી જાન્યુઆરીએ અહીંની સરકારી હોસ્પિટલમાં જન્મેલી બાળકીને સોનાનું નાણું આપવામાં આવે છે. જો તે જ દિવસે એકથી વધુ ક્ધયા જન્મી હોય તો લકી ડ્રો દ્વારા ભાગ્યશાળી બાળકીને સોનાનો સિક્કો આપવામાં આવે છે. પહેલી ભાગ્યશાળી બાળકીને બે ગ્રામનો અને બાકીની બે બાળકીને ૧૦ ગ્રામ ચાંદીના સિક્કા આપવામાં આવે છે. આ સિવાયની અન્ય બાળકીઓને જલેબી આપીને તેમનું સ્વાગત કરવામાં આવે છે.
એનાથી વિપરીત ગયા અઠવાડિયા દરમિયાન પરભણીમાં ત્રીજી દીકરીના જન્મને કારણે પતિએ પત્નીને જીવતી સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. સમાજમાં દીકરીના મૂલ્યને સમજવામાં શાણપણ છે. અલબત્ત, પરભણીમાં ગયા અઠવાડિયે ત્રણ-ત્રણ દીકરીના બાપે માતાને સળગાવી નાખવાનો કિસ્સો બન્યા પછી આજે એક અલગ જ પ્રકારે પણ દીકરીના જતન અને બચાવનારો કિસ્સો જાણવા મળ્યો છે, જે સમાજ માટે મોટું ઉદાહરણ છે.