આમચી મુંબઈટોપ ન્યૂઝ

મહારાષ્ટ્રના બીડમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 6 લોકોના મોત…

બીડ : મહારાષ્ટ્રના બીડમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. આ અકસ્માત સોમવારે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના ગેવરાઈ તાલુકા પાસે બની હતી. પોલીસ આ કેસમાં આરોપીઓની શોધ કરી રહી છે.

હાઈવે નજીક પાર્ક કરેલી કાર સાથે અકસ્માત
ગેવરાઈ તાલુકા નજીક કારમાં ખામી સર્જાતાં વાહન હાઇવેની બાજુમાં પાર્ક કરવામાં આવ્યું હતું. તેની બાદ એક
કન્ટેનરે પાછળથી આ પાર્ક કરેલા વાહનને ટક્કર મારી હતી. જેમાં 6 લોકોના મોત થયા હતા. હાલમાં કારને ટક્કર મારનાર કન્ટેનરનો ડ્રાઈવર ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

સોલાપુરમાં અન્ય એક અકસ્માતમાં ભૂતપૂર્વ ધારાસભ્યનું અવસાન
આ પૂર્વે મહારાષ્ટ્રના સોલાપુરમાં ભારે વરસાદને કારણે ભાજપના એક પૂર્વ ધારાસભ્યનું મોત થયું હતું. ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય આર.ટી. દેશમુખે 2014 થી 2019 સુધી બીડ જિલ્લાના માજલગાંવ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ અકસ્માત સોમવારે સાંજે લગભગ 4:15 વાગ્યે લાતુર-તુળજાપુર-સોલાપુર રોડ પર થયો હતો. બેલકુંડ ગામ નજીક ફ્લાયઓવર પર કાર રસ્તા પરથી લપસી ગઈ અને અકસ્માત સર્જાયો હતો.

આરટી દેશમુખને ગંભીર ઈજાઓ થઈ હતી
અહેવાલો અનુસાર, દેશમુખ તેમની કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે તેમનું વાહન લપસી ગયું અને કાબુ ગુમાવ્યો અને ફ્લાયઓવરની રેલિંગ સાથે અથડાયું. બે વાર પલટી ગયા બાદ કાર સંપૂર્ણપણે નુકસાન પામી હતી. આ અકસ્માતમાં આરટી દેશમુખને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આપણ વાંચો : મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી એકનું મોત, 48 લોકોને બચાવાયા; બચાવ કામગીરી ચાલુ છે: ફડણવીસ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button