આમચી મુંબઈ

મુંબઈ નજીક થાણેમાં અંબરનાથમાં ફ્લાયઓવર પર ભીષણ અકસ્માત, કારે ટુ વ્હીલરને કચડયા, ચારનાં મોત…

થાણે: મુંબઈ નજીક થાણેમાં એક ફલાય ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર એક કાર સાથે બે ટુ વ્હીલરનો અકસ્માત થતા ચાર લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના થાણેના અંબરનાથ શહેરમાં સર્જાઈ હતી. આ અકસ્માત સાંજે 7.15 વાગ્યે સર્જાયો હતો.

ડ્રાયવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો

આ અકસ્માત અંગે પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત એટલો ગંભીર હતો કે ટુ-વ્હીલરમાંથી એક પર સવાર એક વ્યક્તિ હવામાં ઉછળીને ફ્લાયઓવરની નીચે રસ્તા પર પડી ગયો હતો. તેમજ કારના ડ્રાયવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ચારથી પાંચ ટુ-વ્હીલર સાથે અથડાઈ હતી અને બાદમાં તે પલટી ગઈ હતી.

ટુ-વ્હીલર સંપૂર્ણપણે કચડાઈ ગયા

જયારે અંબરનાથના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શૈલેષ કાલેએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં કારના ડ્રાઇવર સહિત ચાર લોકોના મોત થયા છે.તેમણે જણાવ્યું હતું કે અકસ્માતને કારણે બંને ટુ-વ્હીલર સંપૂર્ણપણે કચડાઈ ગયા હતા અને મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પોલીસે જણાવ્યું હતું કે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button