આમચી મુંબઈ

નવરાત્રિમાં આઇઆરસીટીસી દ્વારા ટે્રનોમાં ‘ઉપવાસની વાનગીઓ’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જો તમે નવરાત્રિનો ઉપવાસ રાખ્યો છે અને કોઇ કારણોસર ટ્રેનની લાંબી મુસાફરી કરવી પડે એમ છે, તો ફિકર નોટ! રેલવે વિભાગ તમને સાત્વિક ભોજનની વિશેષ સવલત આપી રહ્યું છે. આ ખાસ સ્ટેશનો પર નવરાત્રિ દરમિયાન વ્રતનું ભોજન તમને મળી રહેશે.

આઈઆરસીટીસી દ્વારા ઉપવાસ કરનારા મુસાફરો માટે વિશેષ વ્રતનું ભોજન ઇ-કેટરિંગ સર્વિસના માધ્યમથી ઉપલબ્ધ થશે. ભોજનમાં સિંધવ મીઠામાંથી બનેલી સાબુદાણાની ફરાળી વાનગીઓ હશે. સાબુદાણાની ખીચડી, મખાના, ફરાળી નમકીન, આલુ ટિક્કી, જીરા આલુ, નવરાત્રિ સ્પેશિયલ થાળી, સાબુદાણાના વડા જેવી વાનગીઓ, તથા મીઠાઇઓ જેવી કે મલાઇ બર્ફી, રસમલાઇ, મિલ્ક કેક, લસ્સી, દહીં જેવી સામગ્રીઓ પણ આપવામાં આવશે દેશના ૯૬થી વધુ સ્ટેશનો પર વ્રતના ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં નવી દિલ્હી, કાનપુર સેન્ટ્રલ, જબલપુર, રતલામ, જયપુર, પટના, રાજેન્દ્ર નગર, અંબાલા, ઝાંસી, ઓરંગાબાદ, ઇટારસી, વસઇ રોડ, નાસિક રોડ, સુરત, કલ્યાણ, બોરીવલી, દુર્ગ, ગ્વાલિયર, મથુરા, નાગપુર, ભોપાલ અને અહેમદનગર સહિતના સ્ટેશનો સામેલ છે.

મુસાફરોએ યાત્રાના સમયથી ૨ કલાક પહેલા આઈઆરસીટીસીની વેબસાઇટ પર પ્રિ ઓર્ડર કરવાનું રહેશે. આઈઆરસીટીસીની ઇ-કેટરિંગ વેબસાઇટ પર અથવા “ફૂડ ઓન ટ્રેક” એપના માધ્યમથી ઓર્ડર આપવાનો રહેશે. ૂૂૂ.યભફયિંશિક્ષલ.શભિભિં.ભજ્ઞ.શક્ષ વેબસાઇટ પર ઓર્ડર કરવા માટેના વિકલ્પો મળી રહેશે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો