આમચી મુંબઈ

ફેક ન્યૂઝ: ત્રીજા જજ નિર્ણય ન લે ત્યાં સુધી ફેકટ ચેકિંગ યુનિટ ચાલુ રાખી શકાશે નહીં

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પરના કેન્દ્ર સરકાર સંબંધિત નકલી અને ખોટા ક્ધટેન્ટને ઓળખવા માટે તાજેતરમાં સુધારેલા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો હેઠળ ફેક્ટ ચેકિંગ યુનિટની રચના પર સ્ટે મૂકવાના મુદ્દા પર ત્રીજા જજ નિર્ણય લેશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ત્રીજા ન્યાયાધીશ વચગાળાની રાહત પર વિચારણા માટે મામલો હાથ ધરશે નહીં ત્યાં સુધી સરકાર ફેક્ટ ચેકિંગ યુનિટને ચાલુ રાખશે નહીં.

૩૧ જાન્યુઆરીના રોજ, ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમોને પડકારતી અરજીઓ પર અલગ અલગ ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ પટેલે કહ્યું કે નિયમો સેન્સરશિપ સમાન છે, જ્યારે જસ્ટિસ ગોખલેએ કહ્યું કે આ નિયમોની વાણીની સ્વતંત્રતા પર કોઈ જબરદસ્ત અસર નથી. ત્યારપછી કોર્ટે કહ્યું હતું કે આ મુદ્દો ત્રીજા જજને તેમના અભિપ્રાય માટે મોકલવામાં આવશે તે પછી ચુકાદો સંભળાવવામાં આવશે. અરજદારો – સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા, એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા અને એસોસિએશન ઑફ ઈન્ડિયન મેગેઝિન્સે ત્રીજા જજ પોતાનો અભિપ્રાય ન આપે ત્યાં સુધી સરકાર દ્વારા અગાઉની ખાતરી ચાલુ રાખવાની માગ કરતી વચગાળાની અરજીઓ દાખલ કરી. અરજીકર્તાઓએ કહ્યું હતું કે નિયમો મનસ્વી અને ગેરબંધારણીય છે. છ એપ્રિલ, ૨૦૨૩ના રોજ, કેન્દ્ર સરકારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, ૨૦૨૧માં કેટલાક સુધારા જાહેર કર્યા, જેમાં સરકાર સંબંધિત નકલી, ખોટી અથવા ગેરમાર્ગે દોરતી ઑનલાઇન સામગ્રીને ઓળખવા માટે ફેક્ટ ચેકિંગ યુનિટની જોગવાઈનો સમાવેશ થાય છે, જે સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને ફ્લેગ ઓફ કરશે. એકવાર પોસ્ટ ફ્લેગ ઓફ થઈ જાય પછી, મધ્યસ્થી પાસે પોસ્ટને દૂર કરવાનો અથવા તેના પર અસ્વીકરણ મૂકવાનો વિકલ્પ હોય છે. બીજો વિકલ્પ લેવાથી, મધ્યસ્થી કાનૂની કાર્યવાહી માટે જવાબદાર રહે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button