બનાવટી દવાઓ પર નિયંત્રણ લાવવા પૅકિંગમાં દર્શાવેલા ઘટકોને તપાસવા સમિતી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બનાવટી દવાઓ બનાવનારી ફાર્માસ્યુટીકલ કંપનીઓ પર હવે સરકારની આકરી નજર રહેવાની છે. દવાનું વેચાણ કરનારા અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ મારફત પૅકિંગ પર દર્શાવેલા ઘટકોની તપાસ કરવા માટે ઉચ્ચસ્તરીય સમિતીની સ્થાપવામાં કરવામાં આવી હોઈ આ સમિતી દવામાં રહેલા ઘટકોની તપાસ કરશે. અન્ન અને ઔષધ પ્રશાસન સેક્રેટરીના અધ્યક્ષતા હેઠળ નીમવામાં આવવનારી આ સમિતીના અહેવાલ બાદ દોષી જણાઈ આવનારા સંબંધિતો સામે આવશ્યક તે પગલાં લેવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
અન્ન અને ઔષધ પ્રશાસન પ્રધાન નરહરી ઝિરવાળે વિધાન પરિષદમાં જણાવ્યું હતું કે નવેમ્બર ૨૦૨થી ઑક્ટોબર ૨૦૨૪ દરમ્યાન રાજ્યમાં સરકારી અને બિનસરકારી હૉસ્પિટલમાંથી ૯૭૯ દવાના સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા હતા. તેમાંથી ૧૧ સેમ્પલમાં દવાના મૂળ ઘટકો ન હોવાનું જણાઈ આવ્યું હતું. આ સેમ્પલની માહિતી નિષ્ણાતોના અહેવાલમાં નમૂદ કરવામાં આવી હતી. સંબંધિત દવાનો પુરવઠો કરનારી ૧૧ કંપનીઓ બનાવટી દવાનું વેચાણ કરી રહી હોવાનું સ્પષ્ટ થયા બાદ તેમના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે.