આમચી મુંબઈ

એફડીએની મોટી કાર્યવાહી, કાંદિવલીમાં મીઠાઇની દુકાનમાથી લાખો રૂપિયાનો નકલી માવો જપ્ત

મુંબઈ: ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) વિભાગે દિવાળી નિમિત્તે નાગરિકોને સારી ગુણવત્તાવાળી શુદ્ધ મીઠાઇ અને દિવાળીનો ફરાળ મળે તે માટે છેલ્લા અનેક દિવસોથી ભેળસેળયુક્ત ખોરાકને પકડવા ઝુંબેશ હાથ ધરી છે. એફડીએએ ગુરુવારે કાંદિવલી પશ્ચિમમાં દહાણુકર વાડી ખાતે મેસર્સ ગુલાબ ફૂડ પ્રોડક્ટ્સની જગ્યાએ છાપો માર્યો હતો જેમાં સાડા ત્રણ લાખ રૂપિયાનો નકલી ભેસળયુક્ત માવો જપ્ત કરવામાં આવ્યો હતો.

એફડીએ દ્વારા છેલ્લા અનેક દિવસોથી હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં અનેક મીઠાઇ દુકાનોમાં છાપા પાડીને મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત પદાર્થો જપ્ત કરવામાં આવી રહ્યા છે.

કાંદિવલી પશ્ચિમ ખાતે દહાણુકર વાડી વિસ્તારમાં આવેલા રેણુકા નગરમાં જય ભારત સોસાયટીના મેસર્સ ગુલાબ ફૂડ પ્રોડક્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં સામે આવ્યું કે દુકાનમાં આવેલો ખરાબ ગુણવત્તાનો માવો અસ્વચ્છ અને ઓછા તાપમાને રાખવામા આવેલો છે. આ કાર્યવાહીમાં દુકાનમાંથી ત્રણ લાખ ૫૯ હજાર ૬૦૦ રૂપિયાની કિંમતનો ૮૯૯ કિલો માવો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ દુકાનમાંથી રોઝ બરફી, મલાઈ બરફી અને માવાના સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે.

સંબંધિત લેખો

Back to top button