આમચી મુંબઈ
કાંદિવલીમાં મીઠાઇની દુકાનમાંથી લાખો રૂપિયાનો નકલી માવો જપ્ત
મુંબઈ: ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ દિવાળી નિમિત્તે નાગરિકોને સારી ગુણવત્તા વાળી શુદ્ધ મીઠાઇ અને દિવાળીનો નાસ્તો મળે તે માટે છેલ્લા અનેક દિવસોથી ભેળસેળયુક્ત ખોરાકને પકડવા ઝુંબેશ હાથ ધરી છે. એફડીએએ ગુરુવારે કાંદિવલી પશ્ર્ચિમમાં દહાણુકરવાડી ખાતે મેસર્સ ગુલાબ ફૂડ પ્રોડક્ટ્સની જગ્યાએ છાપો માર્યો હતો જેમાં સાડા ત્રણ લાખ રૂપિયાનો નકલી ભેસળયુક્ત માવો જપ્ત કરવામાં આવ્યો હતો.
એફડીએ દ્વારા છેલ્લા અનેક દિવસોથી હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં અનેક મીઠાઇ દુકાનોમાં છાપા મારીને મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત પદાર્થો જપ્ત કરવામાં આવી રહ્યા છે. કાંદિવલી પશ્ર્ચિમ ખાતે દહાણુકરવાડી વિસ્તારમાં આવેલા રેણુકા નગરમાં જય ભારત સોસાયટીના મેસર્સ ગુલાબ ફૂડ પ્રોડક્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.