થેલેસેમિયાના દર્દીઓને લોહી પૂરું પાડવામાં નિષ્ફળ: ૧૬ બ્લડ બૅન્કને નોટિસ
મુંબઇ: થેલેસેમિયા ડે-કેર સેન્ટરો ધરાવતી છ બ્લડ બેન્ક માટે બેકઅપ તરીકે કામ કરતી ૧૬ બ્લડ બૅન્કને થેલેસેમિયાના દર્દીઓને મફત રક્ત ન આપવા બદલ સ્ટેડ બ્લડ ટ્રાન્સફયુઝન કાઉન્સિલ (એસબીટીસી) દ્વારા કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે.
૨૦૧૪માં જારી કરાયેલા સરકારી પરિપત્રમાં તમામ બ્લડ બૅન્કોને થેલેસેમિયા, હિમોફિલિયા અને અન્ય કોઈપણ રક્ત વિકૃતિઓ કે જેને વારંવાર ટ્રાન્સફ્યુઝનની જરૂર હોય તેવા દર્દીઓને મફત રક્ત આપવાનું ફરજિયાત બનાવે છે. આ ૧૬ બૅન્કોએ સરકારી પરિપત્રનું ઉલ્લંઘન કર્યુ હોઇ માહિતી અધિકાર (આરટીઆઇ) કાયદા હેઠળ દાખલ કરાયેલી પૂછતાછ બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
એસબીટીસીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડો. મહેન્દ્ર કેન્દ્રે જણાવ્યું હતું કે, અમે આરટીઆઈના જવાબના આધારે તપાસ હાથ ધરી હતી અને જાણવા મળ્યું હતું કે ૧૬ બ્લડ બૅન્કોમાંથી કોઈએ ડે-કેર કેન્દ્રો ધરાવતી છ બ્લડ બેંકોને મફત બ્લડ યુનિટ આપ્યા
નથી. અમે તેમને એક પત્ર મોકલ્યો છે. અમે તેમને ૨૦૧૪ના પરિપત્રની નકલ સાથે એક પત્ર મોકલ્યો છે, જેમાં તેમને ધોરણોનું પાલન સુનિશ્ર્ચિત કરવાની સૂચના આપી છે.
એસબીટીસીના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે તપાસમાં બહાર આવ્યું છે કે છ બ્લડ બૅન્કો
તેમની જરૂરિયાતો તેમના સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહી હતી. ઉ