ફડણવીસે બધા જ પ્રધાનોને આપી ચેતવણી | મુંબઈ સમાચાર

ફડણવીસે બધા જ પ્રધાનોને આપી ચેતવણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વિવાદાસ્પદ પ્રધાન માણિકરાવ કોકાટેની ખાતાબદલી કર્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના બધા જ પ્રધાનોને ચેતવણી આપી છે. માણિકરાવ કોકાટેના પોર્ટફોલિયો ટ્રાન્સફર કરવાના નિર્ણય પર બોલતા ફડણવીસે કહ્યું હતું કે, ‘આ ઘટના પછી ઘણો ગુસ્સો હતો, અજિત પવાર અને એકનાથ શિંદે સાથે મળીને બધાએ તેના પર ચર્ચા કરી હતી અને ચર્ચા કર્યા પછી, આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમનો પોર્ટફોલિયો બદલી નાખવામાં આવ્યો છે અને તેમને બીજો પોર્ટફોલિયો સોંપવામાં આવ્યો છે. કૃષિ પોર્ટફોલિયો ભરણેને આપવામાં આવ્યો છે. આના સિવાય પ્રધાનમંડળમાં બીજા કોઈ ફેરફાર નથી.’

આપણ વાંચો: ફડણવીસે ભૂલી જવું જોઈએ કે તેઓ મુખ્ય પ્રધાન છે, સંજય રાઉતે શિંદે પિતા-પુત્ર, સુમિત ફેસિલિટીઝની તપાસ કરવાની માગણી

શું પ્રધાનોને કોઈ સૂચના આપવામાં આવી છે? એવા સવાલના જવાબમાં ફડણવીસે કહ્યું હતું કે, એ પાક્કું છે કે જો કોઈપણ પ્રધાન હવે આ રીતે ગેરવર્તન કરશે, તો અમે ત્રણેયે બધાને કહ્યું છે કે તે સહન કરવામાં આવશે નહીં અને તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

શું આ અન્ય પ્રધાનોને ચેતવણી છે? એવા સવાલના જવાબમાં ફડણવીસે કહ્યું, આ ચેતવણી બધા માટે છે. અમે લોકોની સેવા કરવા આવ્યા છીએ. અને લોકોની સેવા કરતી વખતે, લોકો આપણે જે કંઈ બોલીએ છીએ, કરીએ છીએ અને કેવી રીતે વર્તીએ છીએ તે બધું જુએ છે, તેથી આના પર નિયંત્રણ હોવું જોઈએ.

આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેની પાંખો કાપી નાખી…

શું ધનંજય મુંડે મંત્રીમંડળમાં પાછા ફરશે?

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે એનસીપીના નેતા ધનંજય મુંડે ફડણવીસને મળ્યા બાદ પ્રધાનમંડળમાં પાછા ફરી શકે છે. આ અંગે પૂછવામાં આવતા ફડણવીસે કહ્યું, તેઓ મને ત્રણ વખત મળ્યા છે.

તેઓ જુદા જુદા કારણોસર મળ્યા છે. કોઈપણ બેઠકમાં કેબિનેટ વિશે કોઈ ચર્ચા થઈ નથી. ધનંજય મુંડેના સ્તરે કેબિનેટની ચર્ચા થતી નથી. કેબિનેટની ચર્ચા મારા, અજીતદાદા અને એકનાથ શિંદે વચ્ચે જ કરવામાં આવે છે, એમ દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button