Fadanvis VS Deshmukh: ફડણવીસ પર આરોપ મૂકનારા શ્યામ માનવે શું કહ્યું જાણો?

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર સૌપ્રથમ આરોપ મૂકનારા અંધશ્રદ્ધા નિર્મુલન સમિતિના શ્યામ માનવે તે પોતાના નિવેદન પર મક્કમ હોવાનું જણાવ્યું હતું. ફડણવીસે શ્યામ માનવ પર તે પૈસા લઇને આરોપો મૂકતા હોવાનો આરોપ મૂક્યો હતો તેનો જવાબ આપતા માનવે કહ્યું હતું કે ફડણવીસ જાણે છે કે કોઇ મને ખરીદી શકે નહીં.
તેમણે કહ્યું હતું કે ઇમરજન્સીમાં મેં ઇન્દિરા ગાંધીનો વિરોધ કર્યો હતો. મેં ફડણવીસના પિતા ગંગાધર ફડણવીસ સાથે પણ કામ કર્યું. એટલે મેં જે કહ્યું તે વિચારીને કહ્યું અને તેના પર હું મક્કમ છું. હું ખોટું બોલતો નથી. સેટલમેન્ટ કરતો નથી. પહેલી વખત નથી બોલી રહ્યો, હું 34 સભાઓમાં છેલ્લાં અનેક દિવસોથી બોલી રહ્યો છું. મને કોઇએ સુપારી આપી અને તેની પછી હું બોલી રહ્યો છું એવું દેવન્દ્ર ફડણવીસનું કહેવું છે કે શું? તે સારી રીતે જાણે છે કે કોઇ મને ખરીદી શકે કે નહીં.
દેવેન્દ્ર ફડણવીસે શ્યામ માનવ વિશે કહ્યું હતું કે હું તેમને ઘણા વર્ષોથી ઓળખું છું. આવા ગંભીર આરોપ કરતા પહેલા તેમણે મારી સાથે વાત કરવી જોઇતી હતી. ઇકો સિસ્ટમમાં હવે સુપારીબાજ લોકો ઘૂસી ગયા છે. હવે શ્યામ માનવ સુપારી આપનારા અને ખંડણી માગનારા લોકોની સાથે ભળી ગયા હોય તેવું લાગે છે.
આ પણ વાંચો : Fadanvis VS Deshmukh: કોના પુરાવા સાચા? ફડણવીસના કે દેશમુખના, કોણ પહેલા કરશે જાહેર?
અનિલ પરબ પર આરોપ લાગ્યા ત્યારે મહાવિકાસ આઘાડીની સરકાર હતી અને તેમનો કેસ બોમ્બે હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ પાસે ગયો ત્યાર બાદ તેમના વિરુદ્ધ એફઆઇઆર થઇ હતી. ત્યાર પછી તે જેલમાં ગયા હતા. તે કંઇ કેસમાંથી છૂટી નથી ગયા. તેમને જામીન મળ્યા છે. 100 કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં તે જેલાં છે. તે સતત આરોપ કરી રહ્યા છે, પરંતુ હું શાંત બેઠો છું. હું તેમના જેવું રાજકારણ નથી કરતો, પરંતુ કોઇ મને છંછેડે તો હું તેમને છોડતો નથી