આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે ફડણવીસે વિપક્ષો પર સાધ્યું નિશાન, કહ્યું મહાયુતિ સરકારનું બોલે છે કાર્ય…

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 99 ઉમેદવારની યાદી જારી કરી છે, જેમાં પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું પહેલું નામ છે. આજે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ફડણવીસે વિપક્ષો પર નિશાન સાધ્યું હતું.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે આજે ૨૦મી નવેમ્બર થનારી વિધાનસભાની ચૂંટણી માટે નાગપુર દક્ષિણ-પશ્ચિમ વિધાનસભા મતદારક્ષેત્રમાંથી ઉમેદવારી નોંધાવી હતી.

ઉમેદવારી ભરતાં પહેલાં રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે મહાયુતિ સરકારનું કાર્ય બોલે છે, જે વિરોધીઓને પછાડવા માટે પૂરતું છે. વિરોધીઓને હરાવવા માટે લાડકી બહીણ યોજના અને તેના લાભાર્થીઓને મળેલો લાભ જ પર્યાપ્ત છે.
ફડણવીસ ૨૦૧૪થી ૨૦૧૯ના કાર્યકાળ સુધી અને ૨૦૧૯માં માત્ર ૮૦ કલાક માટે રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે રહ્યા હતા. ફડણવીસ નાગપુર ખાતે પાંચ વાર ચૂંટણી લડીને વિજયી થયા છે. તેમણે નાગપુર પશ્ચિમ મતદારક્ષેત્રમાં બે વાર અને નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી ત્રણ વિજય મેળવ્યો છે. આ વખતે તેઓ છઠ્ઠી વાર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ૧૯૯૯થી પચીસ વર્ષ સુધી વિધાનસભ્ય રહ્યા છે.

ઉમેદવારીપત્ર ભરતાં પહેલાં ફડણવીસ અહીં કેન્દ્રીય પ્રધાન અને ભાજપના ભૂતપૂર્વ વડા નીતિન ગડકરીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. બંને જણે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૂતળાને નમન કર્યાં હતાં અને બાદમાં તેઓએ આકાશવાણી સ્કેવર સુધી રોડ શો પણ કર્યો હતો.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker