આમચી મુંબઈમહારાષ્ટ્ર

ફડણવીસ રાજકીય વેર લઈ રહ્યા છે: અનિલ દેશમુખ

નાગપુર: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી (એસપી)ના જ્યેષ્ઠ નેતા અનિલ દેશમુખે રવિવારે એવો દાવો કર્યો હતો કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેનો ઉપયોગ કરીને તેમની સામે આક્ષેપો કરીને ‘રાજકીય વેર’ લઈ રહ્યા છે.

અહીં પત્રકારો સાથે વાત કરતાં દેશમુખે ફડણવીસને જસ્ટિસ ચાંદીવાલ કમિશનનો રિપોર્ટ સાર્વજનિક કરવા પડકાર ફેંક્યો હતો અને દાવો કર્યો હતો કે તેમને ક્લીનચીટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: ભૂતપૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝેએ અનિલ દેશમુખ સામેના લાંચના આરોપોનો પુનરોચ્ચાર કર્યોે, ફડણવીસે તપાસની ખાતરી આપી

નિવૃત્ત જસ્ટિસ ચાંદીવાલે મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંઘ અને બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝે દ્વારા મારી સામેના આરોપો અંગે 11 મહિના સુધી તપાસ કરી હતી, જેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ન તો મેં કે મારા પીએ (અંગત મદદનીશ)એ તેમની પાસે પૈસા માગ્યા હતા કે ન તો તેમને કોઈ આપ્યું હતું, એમ એનસીપી (એસપી) નેતાએ જણાવ્યું હતું.

વાઝેએ શનિવારે દેશમુખ સામે લાંચના આરોપોનું પુનરાવર્તન કર્યું હતું અને ફડણવીસે તપાસની ખાતરી આપી.
દેશમુખે 2021માં ગૃહ પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું જ્યારે પરમબીર સિંહે તેમના પર શહેરના બાર અને રેસ્ટોરન્ટ્સમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા એકત્રિત કરવાનો ટારગેટ આપવાનો આરોપ મૂક્યો હતો.
મુકેશ અંબાણીના નિવાસસ્થાન ‘એન્ટિલિયા’ની બહાર વિસ્ફોટકો મૂકવાના આરોપી અને ઉદ્યોગપતિ મનસુખ હિરનની સંબંધિત હત્યા માટે પણ ગુનો નોંધાયેલા વાઝેએ અગાઉ તપાસ પંચને જણાવ્યું હતું કે તેણે દેશમુખના સહયોગીઓને બાદમાં નિર્દેશો પર પૈસા ચૂકવ્યા હતા. વાઝે હાલમાં નવી મુંબઈની તળોજા સેન્ટ્રલ જેલમાં બંધ છે.

આ પણ વાંચો: Fadnavis VS Deshmukh: અનિલ દેશમુખનું મગજ ફરી ગયું છે: સમિત કદમ

દેશમુખે ફડણવીસ પર વાઝેનો ઉપયોગ કરીને તેમની સામે આક્ષેપો કરીને રાજકીય વેર લેવાનો આરોપ મૂક્યો હતો.
તેમણે દાવો કર્યો હતો કે છ સમન્સ છતાં પરમબીર સિંહ જસ્ટિસ ચાંદીવાલ કમિશન સમક્ષ હાજર થયા ન હતા.
દેશમુખે એમ પણ કહ્યું હતું કે છેવટે તેમની સામે ધરપકડનું વોરંટ જારી થયા પછી સિંહે એવી એફિડેવિટ આપી હતી કે મારી સામેના આરોપો મૌખિક માહિતી પર આધારિત છે અને તેમની પાસે આ બાબતના કોઈ પુરાવા નથી.

એનસીપી (એસપી)ના નેતાએ કહ્યું કે જસ્ટિસ ચાંદીવાલે બે વર્ષ પહેલા સરકારને રિપોર્ટ સોંપ્યો હતો.
મેં ફડણવીસને ઘણી વખત પત્ર લખીને ચાંદીવાલ સમિતિના તારણો જનતા સમક્ષ મૂકવા વિનંતી કરી હતી. જો કે, હજુ સુધી તેને જાહેર કરવામાં આવ્યા નથી કે રાજ્ય વિધાનસભા સમક્ષ પણ મૂકવામાં આવ્યા નથી, એમ પણ તેમણે કહ્યું હતું.
દેશમુખે ફડણવીસ પર ઈરાદાપૂર્વક અહેવાલને જાહેર કરવામાં વિલંબ કરવાનો આરોપ મૂક્યો અને તેમને તારણો જાહેર કરવા પડકાર ફેંક્યો.

ભાજપના પ્રવક્તા રામ કુલકર્ણીએ નાયબ મુખ્ય પ્રધાન સામે દેશમુખના આરોપોને ‘બાલિશ’ ગણાવ્યા હતા અને કહ્યું કે સીબીઆઈ પાસે ભૂતપૂર્વ ગૃહ પ્રધાનોના ‘દુષ્કર્મો’ના પુરાવા છે.
‘ફડણવીસે વાઝેને આ ટિપ્પણીઓ કરવા કહ્યું તેવો આક્ષેપ કરવો બાલિશ છે. દેશમુખ પોતે કથિત રીતે તેમના અધિકારીઓને રૂ. 100 કરોડ એકત્ર કરવાનો ટારગેટ આપવા માટે જેલમાં હતા.’

તેમણે વધુમાં પ્રશ્ર્ન કર્યો હતો કે મહા વિકાસ અઘાડી શાસન દરમિયાન વાઝેને પોલીસ સેવામાં કેમ પુન:સ્થાપિત કરવામાં આવ્યા હતા અને લાંચના આરોપો સામે આવ્યા ત્યારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેમનો બચાવ કેમ કર્યો હતો તેનો ખુલાસો દેશમુખે કરવો જોઈએ.
સીબીઆઈ પાસે દેશમુખના દુષ્કૃત્યોના પુરાવા છે. તેમને જેલમાં પાછા ફરવું પડશે, એમ પણ કુલકર્ણીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિતૃ પક્ષની દરરોજ સાંજે કરો આ કામ પિતૃદોષથી મળશે મુક્તિ મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી… આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી