આમચી મુંબઈ

રાણાને તપાસ માટે ક્યાં લઈ જવામાં આવશે તે એનઆઈએ નક્કી કરશે: મુખ્ય પ્રધાન…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે 26/11ના આતંકવાદી હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાને તપાસ માટે ક્યાં લઈ જવામાં આવશે તે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય નક્કી કરશે.
યુએસથી પ્રત્યાર્પણ કરાયેલા રાણાને મુંબઈ લાવવામાં આવશે કે કેમ એવા પ્રશ્નનો જવાબ આપતાં તેમણે આ વાત કરી હતી.

‘મુંબઈ પોલીસ એનઆઈએને તમામ સહયોગ આપશે અને જો અમને તપાસ અંગે કોઈ અપડેટની જરૂર પડશે, તો અમે એનઆઈએ પાસેથી તે માગીશું. રાણાને ક્યાં લઈ જવા તે એનઆઈએ નક્કી કરશે, એમ ફડણવીસે અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

તેમણે નવેમ્બર 2008ના હુમલામાં પોતાના સગા ગુમાવનારા મુંબઈના નાગરિકો વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો, જેમણે દેશની ન્યાય વ્યવસ્થાનો સામનો કરવા માટે રાણાને ભારત પાછા લાવવામાં સફળતા મેળવી હતી.

આપણ વાંચો : તહવ્વુર રાણાને ભારત લાવ્યા પછી પહેલી તસવીર આવી, એનઆઈએ કોર્ટમાં રજૂ કરાશે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button