વર્ષા બંગલે સીએમ ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે થયેલી એક કલાકની બેઠકમાં શું નક્કી થયું?
મુંબઇઃ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં ફડણવીસ સરકાર સત્તામાં આવી છે. પાંચમી ડિસેમ્બરે મુંબઇના આઝાદ મેદાન ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ , ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને અનેક મહાનુભાવની ઉપસ્થિતીમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શપથ લીધા હતા. જોકે, પીએમ મોદીની મુલાકાત અલ્પ સમયની હોવાથી સમગ્ર કેબિનેટ શપથ ગ્રહણ કરી શકી નહોતી. તે દિવસે માત્ર મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને શપથ લીધા હતા. હવે બાકીનું મંત્રીમંડળ ક્યારે શપથ લેશે એની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. આ પૃષ્ઠભૂમિમાં રવિવારે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનની મહત્વની બેઠક મળી હતી, જેમાં ખાતાની ફાળવણી અંગે ચર્ચા થઇ હોવાનું માનવામાં આવે છે.
Also read: ફડણવીસે શપથ સમારોહ પહેલા માતાને આપી કિંમતી ભેટ
હાલમાં જ વિધાનસભા અધ્યક્ષ પદ માટે રાહુલ નાર્વેકર એકમાત્ર ઉમેદવાર હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાયા હતા અને
વિધાનસભા અધ્યક્ષ નિમાયા હતા. હાલમાં વિધાનસભાનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે જે 9 ડિસમ્બરે પૂરું થશે. વિધાનસભાનું શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી શરૂ થશે. તે પહેલા કેબિનેટના અન્ય પ્રધાનોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે. મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ 11 ડિસેમ્બરે યોજાઈ શકે છે. આથી ફડણવીસ સરકારની કેબિનેટમાં કોને સામેલ કરવામાં આવશે તે જોવું અગત્યનું રહેશે.