આમચી મુંબઈ

ભૂતપૂર્વ ડીજીપીના એસઆઈટી રિપોર્ટમાં મને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ હોવાનું દર્શાવાયું છે: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે ભૂતપૂર્વ ડીજીપી રશ્મિ શુક્લા દ્વારા રજૂ કરાયેલા એસઆઈટી રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે કે પાછલી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની એમવીએ સરકારના કાર્યકાળ દરમિયાન તેમને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ત્રીજી જાન્યુઆરીએ નિવૃત્ત થતાં પહેલાં, શુક્લાએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના આધારે ગૃહ વિભાગને એક રિપોર્ટ સુપરત કર્યો હતો, એવો દાવો સૂત્રોએ શનિવારે કર્યો હતો.અહેવાલમાં એવું સૂચવવામાં આવ્યું હતું કે તત્કાલીન ડીજીપી સંજય પાંડે, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ લક્ષ્મીકાંત પાટીલ અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ સરદાર પાટીલ ફડણવીસ (જે તે સમયે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા)

ભૂતપૂર્વ ડીજીપી રશ્મિ શુક્લા

તેમજ વર્તમાન ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે (તે સમયે પ્રધાન હતા)ને ફસાવવાના કાવતરામાં સામેલ હતા, એમ તેમણે જણાવ્યું હતું.સૂત્રોએ ઉમેર્યું હતું કે શુક્લાએ એવી ભલામણ કરી હતી કે આ ત્રણ અધિકારીઓ સામે પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) નોંધવામાં આવે.

એસઆઈટી રિપોર્ટ અંગે પૂછાયેલા એક પ્રશ્ર્નના જવાબમાં, ફડણવીસે શનિવારે સાંજે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘એમવીએ શાસન દરમિયાન બદલાની રાજનીતિ સ્થાપિત થઈ ગઈ હતી અને મને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કેવી રીતે થયો હતો તેનો પર્દાફાશ થઈ ગયો છે.’

2016માં, શ્યામસુંદર અગ્રવાલ અને તેમના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર, રિયલ એસ્ટેટ ડેવલપર સંજય પુનમિયા વચ્ચેના વિવાદ બાદ થાણે નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. 2017માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર સત્તામાં હતી ત્યારે રાજ્યના પોલીસ દળના વડા રહેલા સંજય પાંડેએ કેસની ફરીથી તપાસનો આદેશ આપ્યો હોવાનો આરોપ છે.

પુનમિયાએ પાછળથી તે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે 2021થી જૂન 2024 દરમિયાન તેમને હેરાન કરવા અને તેમની પાસેથી પૈસા પડાવવા માટે 2016ના કેસનો ફરીથી તપાસના બહાના તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમની ફરિયાદના આધારે, 2024માં પાંડે અને અન્ય સાત લોકો સામે ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો હતો.

ભાજપના નેતા અને વિધાનસભાના સભ્ય પ્રવીણ દરેકરે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે આ ફડણવીસ અને શિંદેને ફસાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button