ફડણવીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખ ફૂંક્યો ક્યારે ચૂંટણીઓ થશે તેની તારીખ આપી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે મોટી જાહેરાત રાજ્યના સાંગલી જિલ્લામાં કરી હતી. રાજ્યમાં આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જિલ્લા પરિષદ, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે. આ બધી ચૂંટણીઓ દોઢ મહિનામાં પૂર્ણ થશે, એમ તેમણે સાંગલીમાં ભાજપના કાર્યકર્તાઓના મેળાવડામાં જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. આ પૃષ્ઠભૂમિમાં, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે સાંગલીથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનો શંખનાદ કર્યો હતો અને કાર્યકર્તાઓને તૈયારીમાં લાગી જવા જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભાજપના કાર્યકરોને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી જીતવા માટે સખત મહેનત કરવાની હાકલ કરી છે, કારણ કે જિલ્લા પરિષદ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ એકસાથે યોજાશે એમ તેઓએ સાંગલીમાં આયોજિત ભાજપ કાર્યકર્તાઓની રેલીમાં જણાવ્યું હતું.
દરમિયાન, આ સમયે બોલતા તેમણે ફરી એકવાર શિવસેના ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર સત્તામાં આવી તે સમયે મહારાષ્ટ્રમાં તમામ પ્રોજેક્ટ બંધ થઈ ગયા હતા. દેવેન્દ્ર ફડણવીસે ભાજપના કાર્યકરોના મેળાવડાને સંબોધતા એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રના વિકાસ માટે સંસ્થાકીય ફેરફારો જરૂરી છે.