ફડણવીસે ઠાકરે ભાઈઓના પોલખોલનો પર્દાફાશ કર્યો:

‘મુંબઈ અને મરાઠીઓનું નહીં તમારું અસ્તિત્વ જોખમમાં છે’ એવા શબ્દોમાં ઠાકરેભાઈઓની કરી ટીકા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પર સીધા પ્રહારો કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, ફડણવીસે ‘લાવ રે તો વીડિયો’ (એ વીડિયો લગાવ તો) કહીને ઠાકરે ભાઈઓના ગઠબંધનની મજાક ઉડાવી હતી.
અમે ફરી એકવાર મહાનગરપાલિકા પર મહાયુતિનો ભગવો ધ્વજ ફરકાવવા માટે ભેગા થયા છીએ. આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. તેઓ હિન્દુ સંસ્કૃતિ અને ભગવા ધ્વજને દુનિયા સમક્ષ લઈ ગયા. ક્યારેક મને લાગે છે કે આટલી બધી સભાઓ કરવાની જરૂર કેમ પડી. પરંતુ મારા માટે, તે એક સંવાદ છે. આ સંવાદ કરતાં અલગ સંવાદમાં કેટલીક વાતો કહેવાની હોય છે. હું તેમના જ શબ્દોમાં કહીશ, એમ કહેતાં, દેવેન્દ્ર ફડણવીસે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેનો એકબીજાની ટીકા કરતો વીડિયો દેખાડ્યોહતો. આ વીડિયોમાં, રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરેની આકરી ટીકા કરતા દર્શાવવામાં આવ્યા હતા અને ઉદ્ધવ ઠાકરે પણ રાજ ઠાકરે પર સીધા પ્રહાર કરતા દર્શાવવામાં આવ્યા હતા. આ વીડિયો દ્વારા ફડણવીસ બતાવવા માંગતા હતા કે ઠાકરે ભાઈઓ સત્તા માટે અત્યારે એકબીજા સાથે આવ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ગમે તે થાય, મુંબઈનો મેયર મરાઠી જ રહેશે. ફડણવીસે એવી પણ સ્પષ્ટતા કરી કે કોઈ પણ આવે, મુંબઈ મહારાષ્ટ્રથી અલગ થઈ શકે નહીં. ફડણવીસે એમ પણ કહ્યું કે આ ઠાકરે ભાઈઓ સત્તા માટે ભેગા થયા છે.
તેમણે બંને ઠાકરેભાઈઓની સભામાં કરવામાં આવેલા નિવેદનની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે મરાઠી માણસો માટે તેમ જ મુંબઈ માટે આ કોઈ છેલ્લી ચૂંટણી નથી, આગામી સમયમાં પણ ચૂંટણીઓ આવશે, પરંતુ આ તમારા માટે અસ્તિત્વની લડાઈ સમાન છેલ્લી ચૂંટણી છે.
આપણ વાંચો: ‘પહેલાની ભાજપ મરી ગઈ છે’, ઉદ્ધવ ઠાકરેની ભાજપ પર સીધી ટીકા



