આમચી મુંબઈ

એકેય ભાજપી ઉદ્ધવ સેનામાં નથી જોડાવાનો: ફડણવીસ…

એક લગ્નમાં ચંદ્રકાંત પાટીલ અને મિલિંદ નાર્વેકર વચ્ચેની મુલાકાત પછીના સંજય રાઉતના વિધાન પછી સીએમની સ્પષ્ટતા

મુંબઈ: સત્તાધારી ભાજપના કેટલાક લોકો ઠાકરે સેના સાથે ગઠબંધન કરવા માટે ઉત્સુક છે એવા શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતના દાવાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે રદિયો આપ્યો હતો.

Also read : રાજ્યમાં જીબીએસનું સંક્રમણ વધ્યુંઃ દૂષિત પાણી જવાબદાર હોવાની ડોક્ટરોને શંકા…

અનૌપચારિક બેઠકોને રાજકીય મુલાકાતો તરીકે ન ગણવી જોઈએ. ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલ અને ઉદ્ધવ ઠાકરેના ખાસ વિશ્ર્વાસુ મિલિંદ નાર્વેકર વચ્ચેની મુલાકાતને પગલે થઈ રહેલી ચર્ચા પર તેમણે આમ કહીને પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો.

મુંબઈમાં ભાજપના વિધાનસભ્ય પરાગ અલવણીની પુત્રીના લગ્ન સમારંભમાં નાર્વેકર અને પાટીલની મુલાકાત થઈ હતી અને આ પ્રસંગમાં હાજરી આપનારાઓએ કહ્યું હતું કે નાર્વેકરે પાટીલ સાથે ગપ્પા ગોષ્ઠિ કરી હતી.

સંજય રાઉતે આ મુલાકાતનો સંદર્ભ ટાંકતા કહ્યું હતું કે પાટીલ ભાજપની જૂની પેઢીના નેતા છે, જેમને શિવસેના-ભાજપની યુતિનું મહત્ત્વ ખબર છે. આ યુતિ પચીસ વર્ષ ટકી હતી. આ સોનેરી ક્ષણો હતી એવું પાટીલે જ કહ્યું હતું એવો દાવો પણ રાઉતે કર્યો હતો.

Also read : શિવસેનાના ગુમ પદાધિકારીને શોધવા પોલીસની આઠ ટીમ તૈયાર: ચાર જણ તાબામાં

રાઉતના દાવાને રદિયો આપતાં ફડણવીસે દિલ્હીમાં પત્રકારોને કહ્યું હતું કે કોઈ એટલા નાદાન ન હોઈ શકે કે લગ્નના સમારંભમાં થયેલી મુલાકાતને ગઠબંધનની સંભાવના ગણાવી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button