ફડણવીસ, બાવનકુળે ભાજપના ટોચના અધિકારીઓને મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલે સોમવારે સાંજે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત પક્ષના કેન્દ્રીય નેતાઓને મળ્યા હતા અને રાજ્યમાં તોળાઈ રહેલા કેબિનેટ વિસ્તરણ અને કાઉન્સિલની ચૂંટણીઓ અંગે ચર્ચા કરી હતી.
જોકે ભાજપના કેન્દ્રીય નેતૃત્વે કેબિનેટના વિસ્તરણ માટે મંજૂરી આપી દીધી છે, તેમ છતાં સત્તારૂઢ મહાયુતિ આને અટકાવી શકે તેવી અપેક્ષા છે કારણ કે તેને એવી આશંકા છે કે અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કેટલાક વિધાનસભ્યો બજેટસત્રના અંત પછી સત્તાધારી ગઠબંધનને છોડીને જઈ શકે છે.
આ પણ વાંચો: મુંબઈ મહાનગરપાલિકા પર ભગવો લહેરાશે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો આત્મવિશ્વાસ
કેબિનેટનું વિસ્તરણ અનિવાર્ય માનવામાં આવે છે કારણ કે 15 પદો ખાલી છે અને પ્રધાનપદના ઉમેદવારોને શાંત કરવા પડશે, પરંતુ પાર્ટી નેતૃત્વે રાજ્યના નેતાઓને અજિત પવારની આગેવાની હેઠળના એનસીપીના વિધાનસભ્યો વિસ્તરણ સાથે આગળ વધતા પહેલા શરદ પવારની આગેવાની હેઠળના જૂથમાં પાછા જવાની સંભાવનાને ચકાસવા કહ્યું છે, એમ રાજ્યના ભાજપના નેતાએ માહિતી આપી હતી.
કેબિનેટ વિસ્તરણની યોજના અંગે ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રવિવારે દિલ્હીમાં શાહ સાથે ગુપચુપ મુલાકાત કરી આવ્યા હતા એવું પણ જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: બાવનકુળેનું ઉદ્ધવ ઠાકરે પર ‘બાળાસાહેબાસ્ત્ર’: કૉંગ્રેસ સંબંધિત જૂનો વીડિયો શેર કરીને પૂછ્યાં આકરા સવાલ
ભાજપના રાજ્ય નેતાઓના જણાવ્યા અનુસાર ફડણવીસ અને બાવનકુળેએ કેન્દ્રીય નેતૃત્વને વિધાન પરિષદની ચૂંટણી માટે રાજ્યની કોર કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા નામોની યાદી સોંપી હતી. રાજ્ય એકમને પાર્ટીના ઉમેદવારો તરફથી 35થી વધુ અરજીઓ મળી હતી. કોર કમિટીએ તેમાંથી 10 નામોને શોર્ટલિસ્ટ કર્યા હતા અને તે કેન્દ્રીય નેતૃત્વને આપ્યા હતા એમ ભાજપના નેતાએ અગાઉ કહ્યું હતું.
વિધાન પરિષદની ચૂંટણી માટે તૈયારીઓ
ભાજપ વિધાનસભામાં તેની સંખ્યાબળના આધારે પાંચ સભ્યોને વિધાન પરિષદમાં નામાંકિત કરે તેવી અપેક્ષા છે. 12 જુલાઈએ રોજ જે 11 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તેમાંથી મહાયુતિ નવ જીતી શકે છે, જ્યારે વિપક્ષી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધનને બે બેઠકો મળે તેવી શક્યતા છે. ચૂંટણી માટે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ 2 જૂન છે.