આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ભાજપના ફિયાસ્કાની જવાબદારી ફડણવીસે સ્વીકારી, લીધો આ નિર્ણય

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને NDAને બહુમતી મળી છે. પરંતુ મહારાષ્ટ્રમાં ભાજપની બેઠકો ઘટી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના ભાજપ નેતૃત્વમાં મુખ્ય વ્યક્તિ ગણાય છે. તેમણે મહારાષ્ટ્રમાં ચૂંટણી પરાજયની જવાબદારી સ્વીકારી છે અને ભાજપ નેતૃત્વ પાસે નાયબ મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામુ આપવાની રજૂઆત કરી છે, જેથી કરીને તેઓ રાજ્યમાં પાર્ટી માટે સમર્પિતપણે કામ કરી શકે. આ પગલું તાજેતરની લોકસભા ચૂંટણીમાં પક્ષના નિરાશાજનક પ્રદર્શનને પગલે આવ્યું છે, જ્યાં મહારાષ્ટ્રમાં ભાજપની સંખ્યા 2019ની 23 બેઠકોથી આ વર્ષે માત્ર નવ થઈ ગઈ છે.

મહારાષ્ટ્રના આ ચોંકાવનારા પરિણામ પર નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાની પ્રતિક્રિયા આપી છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના, એનસીપી અને તમામ ઘટક પક્ષોના કાર્યકરોએ આ ચૂંટણીમાં સખત મહેનત કરી છે અને આગળ પણ કરશે. “અમે વધુ મજબૂત બનીને આવીશું અને નવી વ્યૂહરચના બનાવીશું અને લોકોનો વિશ્વાસ પાછો મેળવવાનો પ્રયાસ કરીશું,” એમ તેમણે કહ્યું હતું.

લોકસભા ચૂંટણીના પરિણામો વિશે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે ફરી એકવાર દેશની જનતાએ એનડીએને પૂર્ણ બહુમતી આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બનશે. હું તેમને અને દેશભરના તમામ કાર્યકરોને અભિનંદન આપું છું. ‘I.N.D.I.A’ એલાયન્સના તમામ પક્ષો કરતાં એકલા ભાજપે વધુ બેઠકો જીતી છે. તેમણે આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીના નેતૃત્વમાં અને ઓડિશામાં સરકાર રચવા માટે બંને રાજ્યોના કાર્યકર્તાઓને અભિનંદન પણ આપ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા