મનોજ જરાંગેએ સરકારને કહ્યું મને મેનેજ કરી શકાશે નહીંઃ આજે સાંજે સરકાર સાથે મુલાકાત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મનોજ જરાંગેએ સરકારને કહ્યું મને મેનેજ કરી શકાશે નહીંઃ આજે સાંજે સરકાર સાથે મુલાકાત

મુંબઈઃ મનોજ જરાંગેએ ફરી મરાઠા આરક્ષણની માગણી સાથે આંદોલન શરૂ કર્યું છે અને આજે તેમણે હજારો સમર્થકો સાથે મુંબઈ તરફ કૂચ કરી છે ત્યારે મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ સહિત સમગ્ર તંત્ર કામે લાગી ગયું છે. દક્ષિણ મુંબઈમાં અવરજવર અઘરી બની ગઈ છે. મુંબઈ આવી પહોંચેલા જરાંગેએ પોતાના સમર્થકોને જમાવ્યું હતું કે સ્થાનિકોને તકલીફ પડે તેવું કંઈ કરશો નહીં, પરંતુ એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકો મુંબઈમાં આવ્યા હોવાથી મુંબઈના રસ્તાઓમાં લાંબો ટ્રાફિક જામ છે.

દરમિયાન માહિતી મળી છે કે રાજ્ય સરકારના પ્રતિનિધ આજે જ આઝાદ મેદાનમાં જઈ જરાંગે સાથે ચર્ચા કરશે. સવારે દસ વાગ્યાથી જરાંગે ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે. તેમની સાથે સમર્થકો પણ મોટી સંખ્યામાં છે. જરાંગેને આઝાદ મેદાનમાં અનશન માટે એક જ દિવસ પરવાનગી હાલપૂરતી મળી છે. સરકાર જરાંગેની ભૂખ હડતાળ લાંબી ન ખેચાઈ અને તેનો ઉકેલ શોધવામાં આવે તેવા પ્રયત્નોમાં છે, તેવું રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું.

હું છેલ્લે સુધી મેનેજ નહીં થાઉં

મનોજ જરંગે પાટીલે આજે મુંબઈના આઝાદ મેદાન ખાતે મરાઠા સમુદાયને OBC ક્વોટામાં જ અનામત આપવાની માંગણી માટે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે ત્યારે તેણે સંબોધનમાં જ સરકારને સંભળાવી દીધું હતું. મનોજે જણાવ્યું હતું કે સરકારે અમને સહકાર આપ્યો છે, હવે આપણે પણ સરકારને સહકાર આપવો જોઈએ. તેમણે કાર્યકરોને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અપીલ પણ કરી હતી. તેમણે સરકારને ચેતવણી પણ આપી હતી કે ભલે તેઓ મને ગોળી મારી દે, પણ જ્યાં સુધી સમુદાયની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું પાછળ હટીશ નહીં, હું અંત સુધી સમુદાય માટે લડીશ, મનોજને મેનેજ કરી શકાસે નહીં.

મનોજે કહ્યું કે કહ્યું કે હૈદરાબાદ ગેઝેટિયરનો અભ્યાસ કર્યાના 13 મહિના પછી પણ કંઈ થયું નથી. તેથી, તેમણે સતારા અને બોમ્બે ગેઝેટિયર્સ લાગુ કરવાની માંગ કરી હતી.

આપણ વાંચો:  મનોજ જરાંગેના આંદોલનને કારણે ચર્ચામાં આવેલા Azad Maidanના હિડન ફેક્ટ્સ જાણો છો?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button