મુંબઈઃ ઓક્ટોબર હિટની ઝાળમાં શેકાઈ રહેલાં મુંબઈગરાઓ માટે હવામાન ખાતા દ્વારા ફરી એક વખત કાળવાણી ઉચ્ચારવામાં આવી હતી અને એવી ચેતવણી આપવામાં આવી છે કે મુંબઈગરાએ આવતા અઠવાડિયે પણ ગરમીમાં શેકાવવા તૈયાર રહેવું પડશે, કારણ કે હવામાન સૂકુ રહેશે.
ઓક્ટોબર મહિનામાં ગરમીને કારણે મુંબઈગરા પરસેવે રેબઝેબ થઈ ઉઠ્યા છે અને એમાં પણ શનિવારની વાત કરીએ તો શનિવારે મહત્તમ તાપમાન 37 સેલ્સિયસ ડિગ્રી પર પહોંચી ગયું છે અને એની સાથે જ 21મી ઓક્ટોબર, 2023નો દિવસ ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધી સૌથી વધુ તાપમાન નોંધાયું હોય એવો ત્રીજો દિવસ બની ગયો હતો. આ પહેલાં 2018માં 29મી ઓક્ટોબરના તાપમાન 38 ડિગ્રી જેટલું નોંધાયું હતું અને એ પહેલાં 2015ની 17મી ઓક્ટોબરના પારો 38.6 આંકડો વટાવી ચૂક્યો હતો.
ગઈકાલની વાત કરીએ તો પૂર્વથી આવનારા પવનને કારણ કોંકણ વિભાગના મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. મુંબઈમાં હવામાંથી આર્દ્રતાનું પ્રમાણ ઘટ્યું હોઈ મુંબઈગરાઓને શનિવારે પરસેવે રેબઝેબ થવાનો વારો આવ્યો હતો. દરમિયાન ગઈકાલનો દિવસ આ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. એક દાયકામાં સૌથી વધુ તાપમાન નોંધાયેલો ત્રીજો દિવસ હતો ગઈકાલનો દિવસ.
આગામી અઠવાડિયા માટે આગાહી કરતાં હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવતું આખું અઠવાડિયું વાતાવરણ કોરું રહેશે એટલે મહત્તમ તાપમાનાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે અને ઉષ્ણતાનો પારો ઉંચે જ રહેશે.
વધી પહેલાં ઉષ્ણતામાનને કારણે મુંબઈગરાને આંખો બળવી, માથામાં દુઃખાવો અને ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ સતાવી રહી હોવાની ફરિયાદોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. નાગરિકોએ પણ જો જરૂર હોય તો બપોરના સમયે ઘરની બહાર નીકળવું એવી ચેતવણી હવામાન ખાતેએ આપી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને