આમચી મુંબઈ

મહિલાનું જાતીય શોષણ કરી પૈસા પડાવ્યા: શખસ સામે ગુનો

થાણે: 35 વર્ષની મહિલાને લગ્નની લાલચ આપીને તેનું જાતીય શોષણ કરવા અને પૈસા પડાવવા બદલ શખસ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પનવેલમાં રહેતી મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે પનવેલ તાલુકા પોલીસે સોમવારે આરોપી ઇશાન અવેયા બહેરા સર્વજીત સામે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ મહિલાને લગ્નનું વચન આપ્યું હતું અને એપ્રિલથી ડિસેમ્બર, 2023 દરમિયાન મહિલાના નિવાસસ્થાને તેનું જાતીય શોષણ કર્યું હતું.

આરોપીએ મહિલાના અશ્ર્લીલ વીડિયો પણ ઉતાર્યા હતા અને જો તે શારીરિક સંબંધ નહીં બાંધે તો વીડિયો વાયરલ કરવાની તેણે ધમકી આપી હતી.

આરોપીએ વ્યવસાયને બહાને મહિલા પાસેથી રૂ. 7.5 લાખ પડાવ્યા હતા અને તેનું લેપટોપ પણ લીધું હતું. જોકે આરોપીએ બાદમાં પૈસા પાછા આપ્યા નહોતા.

પનવેલ તાલુકા પોલીસે સોમવારે ઇશાન સર્વજીત વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને ઇન્ફોમેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button