આમચી મુંબઈ

સોનાનાં ભાવમાં ટૂંક સમયમાં મોટો ઘટાડો થશે? જાણો શું છે નિષ્ણાંતોનો મત…

મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ સોનાના ભાવ નવી ઊંચાઈ સર (Gold Price) કરી રહ્યા છે. લગભગ 75 દિવસમાં, સોનાએ રોકાણકારોને 14 ટકા સુધીનું વળતર આપ્યું છે. સતત ત્રણ વર્ષ સુધી, સોનાએ રોકાણકારોને વાર્ષિક 17 ટકા કમાણી કરી આપી છે, જ્યારે સેન્સેક્સે 11.5 ટકાનું જ વળતર આપ્યું છે.

Also read : ન્યૂ ઈન્ડિયા બૅંક કૌભાંડ, મહિનાથી ફરાર આરોપી અરુણાચલમ પોલીસને શરણે

સોનામાં રોકાણ કરનારા કેટલાક લોકો રાહ જોઈ રહ્યા છે કે સોનાના ભાવ હજુ પણ વધશે. એવામાં એવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે રોકાણકારો માટે સોનું વેચીને નફો કમાવવાનો સમય આવી ગયો છે? કારણે અગાઉ એવું થઇ ચુક્યું છે કે સોનાના ભાવમાં સતત વધારો થયા પછી અચાનક મોટો ઘટાડો નોંધાયો હતો. ફરી સોનાના ભાવ તે જ સ્તરે પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો..

સોનાના ભાવ તૂટી શકે છે?
જાણકારોના મત મુજબ સોનાના ભાવમાં વધારાનો ટ્રેન્ડ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. એક વિશેષજ્ઞના જણાવ્યા મુજબ હાલમાં ચાલી રહેલી ઘણી રાજદ્વારી વાટાઘાટોને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર માટે વધુ સ્થિર વાતાવરણ બનાવશે. આ ઉપરાંત, ફુગાવો પણ નિયંત્રણમાં હોય તેવું લાગે છે. જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થઇ શકે છે. મજબૂત ડોલર અને યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની ઓછી શક્યતાઓને કારણે પણ સોનાના ભાવ નિયંત્રણમાં રહેશે

નિષ્ણાતોના મત મુજબ ભૂતકાળમાં સોનાના પ્રાઈઝ બિહેવિયરને ઈન્ડીકેટર માનવામાં આવે તો, તો હાલ સોનું ઓવરબોટ જણાય છે. ઉદાહરણ તરીકે, 1970ના દાયકાથી સોનાના ભાવનું વિશ્લેષણ દર્શાવે છે કે સોનાના ભાવ અને તેની 200-દિવસની મૂવિંગ એવરેજ વચ્ચેનો વર્તમાન તફાવત અસામાન્ય રીતે વધારે છે.

એક નિષ્ણાતે જણાવ્યું હતું કે હાલમાં સોનું ઇક્વિટી કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યું હોય તેવું લાગે છે. પરંતુ આવનારા દિવસોમાં ઉલટું પણ થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે 1999 થી સેન્સેક્સ-ટુ-ગોલ્ડ રેશિયોનું વિશ્લેષણ દર્શાવે છે કે જ્યારે રેશિયો 1 કરતા ઓછો હોય છે, ત્યારે આગામી ત્રણ વર્ષમાં ઇક્વિટી સોના કરતાં વધુ સારું પ્રદર્શન કરે છે, અને જ્યારે રેશિયો 1 કરતા વધારે હોય છે, ત્યારે આગામી ત્રણ વર્ષમાં સોનું ઇક્વિટી કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. વર્તમાન રેશિયો ૦.96 ની લાંબા ગાળાની સરેરાશ કરતાં નીચે છે. આનો અર્થ એ થયો કે સોનાના ભાવ ઊંચા છે.

એક નિષ્ણાતે અહેવાલમાં જણાવ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં ઇક્વિટી સોનાને પાછળ છોડી શકે છે. ઈતિહાસમાં પેટર્ન દર્શાવે છે કે ઇક્વિટીની જેમ, સોનું પણ આ સાઈકલમાંથી પસાર થાય છે. સોનામાં જંગી નફો થયા પછી, લાંબા ગાળાનો ઘટાડો પણ જોવા મળ્યો છે. જ્યારે પણ સોનામાં ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે તે રોકાણકારોને ભારે નુકશાન થયું છે.

છેલ્લા 50 વર્ષમાં સોનાના ભાવમાં વધઘટનો ઇતિહાસ:
જાન્યુઆરી 1980માં સોનાના ભાવ ટોચ પર હતા. ત્યારબાદ, આગામી બે વર્ષ સુધી સોનાના ભાવમાં 56 ટકાનો ઘટાડો જોવા મળ્યો. ત્યારબાદ સોનાને ફરીથી ટોચ પર પહોંચવામાં લગભગ 10 વર્ષ લાગ્યા. તે પછી નવેમ્બર 1989 માં સોનાના ભાવ એક નવી ટોચ પર પહોંચ્યા.

ફેબ્રુઆરી 1996માં પણ સોનું તેની ટોચ પર પહોંચ્યું હતું. લગભગ સાડા ત્રણ વર્ષમાં સોનામાં 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો. તે પછી, સોનાને તે જ ટોચ પર પહોંચવામાં 6 વર્ષ અને 4 મહિના લાગ્યા.

Also read : ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડની ઉચાપત: સિવિલ કોન્ટ્રેક્ટર વડોદરાથી પકડાયો

2012 માં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. નવેમ્બર 2012 માં સોનાના ભાવ ટોચ પર પહોંચ્યા અને ત્યારબાદ અઢી વર્ષમાં 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો, તેના 6 વર્ષ અને 7 મહિના પછી સોનું વર્ષ 2019 માં નવી ટોચ પહોંચ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button