સમૃદ્ધિ એક્સપ્રેસ-વેનું વિસ્તારીકરણ શરૂ
પૂર્વીય જિલ્લાઓ સુધી પહોંચવું હવે સરળ બનશે
મુંબઈ: સમૃદ્ધી એક્સપ્રેસ-વેના કારણે રસ્તાઓની કનેક્ટીવિટીમાં પ્રચંડ વધારો થયો છે અને હવે મહારાષ્ટ્રના વધુ જિલ્લાઓને રસ્તામાર્ગે જોડવાના લક્ષ્યથી એમએસઆરડીસીએ કામ શરૂ કરી દીધું છે. એમએસઆરડીસી (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા સમૃદ્ધિ એક્સપ્રેસ-વેના વિસ્તારીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે પૂર્વીય પટ્ટામાં આવેલા અંતરિયાળ જિલ્લાઓ સુધી સરળતાથી પહોંચી શકાશે.
ઉલ્લેખનીય છે કે સમૃદ્ધી એક્સપ્રેસ-વેના વિસ્તારીકરણનો આ ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. નાગપુર-મુંબઈને જોડતા આ એક્સપ્રેસ-વેના કારણે ભંડારા, ગોંદિયા અને ગઢચિરોલી જેવા જિલ્લાઓ સુધી પહોંચવાનું વધુ સરળ બનશે. મહારાષ્ટ્રના અત્યંત અંતરિયાળ જિલ્લાઓને શહેરો સાથે જોડીને તેમનો આર્થિક વિકાસ ઝડપી બનાવવાના ઉદ્દેશથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
આ માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને નાગપુરથી ગોંદિયા સુધીના ૧૨૭ કિલોમીટરના એક્સપ્રેસ-વે માટે ૭,૩૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેની માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
ત્યાર બાદ ભંડારાથી ગોંદિયા સુધીનો વધારાનો ૨૮ કિલોમીટરનો પટ્ટો તૈયાર કરવામાં આવશે, જેનો ખર્ચ ૧,૫૮૭ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.
છેલ્લે આ તબક્કાના ત્રીજા ચરણમાં નાગપુરથી ચંદ્રપુર સુધીનો ૧૯૪ કિલોમીટરનો એક્સપ્રેસ-વે તૈયાર કરાશે. ૯૫૪૩.૨ કરોડ રૂપિયાના ખર્ચે આ પટ્ટો તૈયાર કરવામાં આવશે. ઉ