સીએમ શિંદે વિશે વાંધાજનક નિવેદન કરનારા દત્તા દલવીને જામીન મળ્યા
મુંબઇઃ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે અપમાનજનક નિવેદન આપનારા મુંબઈના ભૂતપૂર્વ મેયર અને ઉદ્ધવ ઠાકરે જૂથના વરિષ્ઠ નેતા દત્તા દલવીને કોર્ટે જામીન આપ્યા છે. દત્તા દલવીને મુલુંડ કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટે કલમ 437 હેઠળ કેટલીક શરતો સાથે 15,000ના બોન્ડ પર જામીન આપ્યા છે.
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા દત્તા દલવીના નિવેદન બાદ મોટો વિવાદ ઉભો થયો હતો. ભાંડુપ પોલીસ સ્ટેશનમાં દત્તા દલવી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં જ્યારે દત્તા દળવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમને 12 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.
જોકે, આ પછી પણ દત્તા દલવી પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા. ‘હું બાળાસાહેબ ઠાકરેનો કટ્ટર શિવસૈનિક છું. હું ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં કામ કરી રહ્યો છું. મારા નિવેદન માટે મને ખેદ નથી. કારણ કે, મેં આનંદ દિઘે સાથે કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, “મેં એ જ શબ્દ બોલ્યો છે જે આનંદ દિઘેએ ફિલ્મ ‘ધર્મવીર’માં વાપર્યો હતો. ‘