આમચી મુંબઈમહારાષ્ટ્ર

Shocking: નવી મુંબઈમાં ઈન્ટેલ કંપનીના પૂર્વ ચીફનું સાઈકલ ચલાવતા અકસ્માતમાં મોત

નવી મુંબઈ: ભારતમાં સાઇકલિંગ માટે સમર્પિત રસ્તાઓ બનાવવાની વાત થઇ છે ત્યારે સાઇકલ ઉપર જઇ રહેલા એક ટોચની સોફ્ટવેર કંપનીના ભૂતપૂર્વ વડાનું અકસ્માતમાં મોત થયું હોવાના સમાચાર આવ્યા છે.

નવી મુંબઈમાં સાઇકલ ઉપર જઇ રહેલા ઇન્ટેલ કંપનીના ભૂતપૂર્વ વડા અવતાર સૈનીને નડેલા અકસ્માતમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. એક ટેક્સી ડ્રાઇવરે તેમને અડફેટમાં લેતા તેમનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

સવારના સાડા પાંચ વાગ્યાની આસપાસ 68 વર્ષના અવતાર નવી મુંબઈના પાલ્મ બીચ રોડ ઉપર પોતાની સાઇકલથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલી એક કેબ(ટેક્સી)એ તેમને ટક્કર મારી હતી.

અવતારને પાછળથી ટક્કર મારીને ટેક્સી ડ્રાઇવર ત્યાંથી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. અવતાર આ અકસ્માતમાં ગંભીર રીતે જખમી થઇ જતા તેમની સાથી જઇ રહેલા સાઇકલ સવારો તેમને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે, ડૉક્ટરોએ તેમને આવતાની સાથે જ મૃત જાહેર કર્યા હતા.

ચેમ્બુરના રહેવાસી એવા અવતારનું ભારતના સોફ્ટવેર જગતમાં ખૂબ જ નામ છે અને તેમણે અનેક સોફ્ટવેર કંપનીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપેલું છે. ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ઊભું કરવામાં પણ તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button