આમચી મુંબઈ

મુંબઈમાં આ ઠેકાણે બંધ પડ્યા EVM, મતદાતાઓને હાલાકી…


આજે મુંબઈમાં પાંચમા તબક્કાનું લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે અનેક મતદાન કેન્દ્ર પર નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ એક સમસ્યા મુંબઈના પવઈ વિસ્તારમાંથી સામે આવી રહી છે. મુંબઈના પવઈ ખાતે મતદાન કેન્દ્ર પર ઈવીએમ મશીન (EVM Machine) બંધ પડતાં નાગરિકોએ ત્રણ-ત્રણ કલાક લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. આ મામલે મરાઠી અભિનેતા આદેશ બાંદેકરે રોષની લાગણી વ્યક્ત કરી હતી.

આદેશ બાંદેકરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વીડિયો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મુંબઈના પવઈ ખાતે આવેલા મતદાન કેન્દ્ર 57 અને 58 પર ઈવીએમ મશીન બંધ પડ્યા છે. જેને કારણે મતદારોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું. આ બાબતે ફરિયાદ કરતી વખતે આદેશ બાંદેકર ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા હતા

આદેશે પોતાના વીડિયોમાં આગળ જણાવ્યું હતું કે હું હાલમાં પવઈના એક મતદાન કેન્દ્ર પર ઊભો છું. અહીંયા બધા ઈવીએમ મશીન બંધ છે. ત્રણ ત્રણ કલાક સુધી રાહ જોયા બાદ કેટલાક લોકો પાછા ઘરે જઈ રહ્યા છીએ. છેલ્લાં બે કલાકથી તો હું તડકામાં રાહ જોઈ રહ્યો છું. કોઈ કાંઈ જ જવાબ આપવા માટે તૈયાર નથી. આજે લોકશાહીનું પર્વ છે અને પાંચ-પાંચ વર્ષથી આ માટે તૈયારી ચાલતી હોય છે પણ અહીંયા પરિસ્થિતિ ખૂબ જ કપરી છે. અહીંયા લોકો ખૂબ જ ચિડાયેલા છે.

દરમિયાન આદેશ બાંદેકરના આ વીડિયો પર ફેન્સ પણ અલગ અલગ પ્રક્રિયા આપી રહ્યા છે.
આદેશ બાંદેકર સિવાય મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો શ્રેયસ તળપદે, સોનાલી કુલકર્ણી અને હાસ્યજત્રા ફેમ સિદ્ધાર્થ જાધવે પણ મતદાન કર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો