ગુડ ન્યૂઝ! તહેવારો ટાંણે આ વસ્તુંઓના ભાવ નહીં વધે, સામાન્ય માણસ માટે રાહતનો શ્વાસ
મુંબઇ: તહેવારો ટાંણે સામાન્ય માણસના ખિસ્સા પર ભારણ ન વધે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ તહેવારોમાં જરુરી સામગ્રીની અછત ન સર્જાય તે અંગે પણ સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે આ ફેસ્ટીવ સીઝનમાં સામાન્ય માણસને મોંઘવારીથી પણ છૂટકારો મળવાનો છે. જેમાં ખાસ કરીને ખાંડ, ચોખા, ઘઉં, ચણાની દાળ અને શાક-ભાજીની કિંમતો નહીં વધે એવા સમાચારો સાંભળવા મળ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર લોકોના માથેથી મોંઘવારીનો બોજો ઓછો થાય અને વસ્તુઓનો યોગ્ય પુરવઠો મળી રહે તે માટે સરકાર દ્વારા કેટલાંક સખત પગલાં લેવામાં આવ્યા છે. સરકારે નિકાસ પર પ્રતિબંધ અને સ્ટોક હોલ્ડીંગ લિમીટ લગાવવાની સાથે સાથે ઘઉં, ચોખા, ચણાની દાળ અને કાંદાને બજારમાં ઉતારવા જેવા અનેક પગલાં લીધા છે. જેને કારણે જરુરી પુરવઠો મળી રહેશે અને કીંમતો પર કંટ્રોલ પણ રહી શકશે.
સત્તાવાર સૂત્રોમાંથી મળતી જાણકારી મૂજબ તહેવારોની સીઝન આવતાં જ સામાન્ય રીતે ખાંડસહિત ખાધ્ય વસ્તુંઓની કિંમત ચરમસીમાએ પહોંચી જાય છે. જોકે આ વખતે આ કિંમતો સ્થિર રહેશે. ઘઉંનો લોટ, ચણાનો લોટ, ડેરી પ્રોડક્ટ, ખાવાનું તેલ અને ખાંડની કિંમતો સ્થિર રહેશે.
દેશમાં હાલમાં ખાંડનો પુરવઠો ઓછો છે. પણ એક્સપર્સ્ટનું કહેવું છે કે તેનાથી કિંમતો પર કોઇ અસર નહીં થાય. સરકાર ખાંડનો નવો સ્ટોક બજારમાં ઉતારી શકે છે. દિવાળી સમયે ખાંડની કિંમતમાં વધારાની કોઇ શક્યતાઓ નથી.