Environment-Friendly: બોલીવુડ સ્ટાર Akshay Kumarએ મુંબઈમાં આ કામ કરીને છવાયો
મુંબઈઃ ‘મિસ્ટર ખિલાડી’ તરીકે જાણીતા બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay kumar tree platation) પોતાની ફીટ બોડી અને સ્વાસ્થ્ય અંગે જાગરૂકતા માટે જાણીતા છે અને સાથે સાથે તે પર્યાવરણને બચાવવા માટે અને લોકકલ્યાણના કાર્યોમાં આગળપડતો ભાગ પણ લેતા રહેતા હોય છે. આ જ રીતે તેમણે સોમવારે મુંબઈ મહાનગરપાલિકા અને એક એનજીઓ દ્વારા યોજવામાં આવેલી વૃક્ષારોપણની ઝુંબેશમાં પણ ભાગ લીધો હતો અને શહેરમાં વૃક્ષારોપણ કરીને જાગરૂકતા ફેલાવી હતી. આ દરમિયાન પાલિકા કમિશનર ભૂષણ ગગરાની પણ હાજર રહ્યા હતા.
અક્ષચ કુમાર ઝુંબેશમાં ભાગ લેતા વખતે હળવા મૂડમાં જણાયા હતા અને પોતાના સાથી સ્વંસેવકો તેમ જ પેપેરાઝી એટલે કે બોલીવુડ ફોટોગ્રાફર-કેમેરામેન સાથે મજાક મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા.
આ ઝુંબેશ દરમિયાન બાંદ્રાના ખેરવાડી ખાતે વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇ-વે નજીક આશરે 200 જેટલા બહાવા વૃક્ષના છોડ રોપવામાં આવ્યા હતા. મીડિયાકર્મીઓ સાથે વાતચીત વખતે અક્ષયકુમારે વૃક્ષારોપણની આખી યોજના વિશે માહિતી આપી હતી તેમ જ વૃક્ષારોપણના મહત્ત્વ વિશે પણ વાત કરી હતી.
આ દરમિયાન હળવા મૂડમાં જણાતા એક ફોટોગ્રાફર સાથે મજાક કરતા કહ્યું હતું કે તું મને જોઇને હસી કેમ રહ્યો છે ત્યાં. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર હવે ‘જોલી એલએલબી-3’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.