આમચી મુંબઈ

બે દિવસ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

મુંબઈ: ગણપતિ વિસર્જન દરમિયાન મુંબઈ શહેરમાં ટ્રાફિક સરળતાથી ચાલુ રહે એ માટે શનિવારે મુંબઈ પોલીસ દ્વારા આદેશ બહાર પાડી બૃહદ્‌‍ મુંબઈમાં ભારે વાહનો (હેવી વ્હિકલ)ના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોમવારે 25 સપ્ટેમ્બર તેમજ ગણેશોત્સવના અંતિમ દિવસે – 28 સપ્ટેમ્બરે આ પ્રતિબંધ અમલમાં રહેશે.
ટ્રાફિક પોલીસે જારી કરેલા નિવેદન અનુસાર જનતાને તેમ જ વિસર્જનના કાર્યક્રમને બાધા કે અગવડ ન પડે એ હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશમાં જણાવ્યા અનુસાર સાતમા દિવસના વિસર્જન 25 સપ્ટેમ્બરે (સવારે 11થી મધરાતે 1 સુધી) 28 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે (સવારે 10થી બીજે દિવસે સવારે 6 સુધી) આ પ્રતિબંધ અમલમાં રહેશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button