એલફિસ્ટન બ્રિજ બંધ: બેસ્ટની બસના આ રૂટ ડાઈવર્ટ કરાયા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

એલફિસ્ટન બ્રિજ બંધ: બેસ્ટની બસના આ રૂટ ડાઈવર્ટ કરાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પ્રભાદેવીમાં આવેલા ૧૨૫ વર્ષથી પણ વધુ જૂના એલફિસ્ટન બ્રિજને શુક્રવારે મોડી રાતથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તેને તોડી પાડવાનું કામ પણ ચાલું કરી દેવામાં આવ્યું છે. બ્રિજને બંધ કરવાની સાથે જ આ બ્રિજ પર દોડનારી બેસ્ટ ઉપક્રમની બસના રૂટને ડાઈવર્ટ કરી દેવામાં આવ્યા છે, જેમાં એલફિન્સ્ટન બ્રિજ પર દોડનારી એ-૧૬૨ અને ૧૬૮ નંબરની બસ હવે વાયા કરી રોડ બ્રિજ પરથી દોડશે.

બસનો રૂટ મડકે બુવા ચોક-ડૉ.બાબાસાહેબ આંબેડકર રોડ-કૃષ્ણા દેસાઈ ચોક (ભારત માતા), મહાદેવ પાલવ રોડ(કરી રોડ બ્રિજ)- એન.એમ.જોશી રોડ- દિપક સિનેમા માર્ગે દોડશે. એ-૧૭૭ નંબરની બસ હવે મડકે બુવા ચોકથી આગળ હિંદ માતા સિનેમાં સુધી દોડાવવામાં આવશે. ૨૦૧ નંબરની બસને પરેલ એસટી ડેપો અને સંત રોહિદાસ ચોક પર ડાઈવર્ટ કરી દેવામાં આવી છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button