આમચી મુંબઈ

ઈલેક્ટરલ બૉન્ડ રદ: સુપ્રીમ કોર્ટના નિર્ણયને વિરોધ પક્ષોનો આવકાર

મુંબઈ: ઈલેક્ટરલ બૉન્ડ રદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપીએ આવકારી જણાવ્યું હતું કે રાજકીય પક્ષોને આપવામાં આવતા દરેક દરેક ડોનેશન બાબતે પારદર્શિતા અને જવાબદારી હોવી જોઈએ. એનસીપી – શરદચંદ્ર પવારના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ દાવો કર્યો હતો કે અજાણ્યા દાતાઓ પાસેથી શાસક પક્ષ ભારતીય જનતા પક્ષને લાભ થાય એ હેતુથી ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ લાવવામાં આવી હતી. આ સ્કીમ અમલમાં આવ્યા પછી માત્ર અને માત્ર ભાજપને જ એનો ફાયદો થયો છે. વિરોધ પક્ષોએ આ નિર્ણયને આવકાર્યો છે.

ક્રાસ્ટોએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્કીમ હેઠળ વ્યક્તિ અથવા કંપનીએ રાજકીય પક્ષને આપેલા ડોનેશનના બદલામાં કોઈ લાભ આપવામાં આવ્યો હોય એ શક્યતા નકારી ન શકાય. ભાજપને જે માત્રામાં ઈલેક્ટોરલ બોન્ડ મળ્યા છે એ જોતા આ સંભાવનાનું પલડું ભારે છે. આ બોન્ડને ‘ગેરબંધારણીય’ ઠેરવી એને રદ કરવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવકારદાયક છે. બંધારણ હેઠળ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ વાણી સ્વાતંત્ર્ય અને માહિતીના હકનો ભંગ કરે છે એમ જણાવી સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ રદ કરી હતી. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડના વડપણ હેઠળની પાંચ ન્યાયમૂર્તિની બંધારણીય ખંડપીઠે આ સ્કીમને પડકારતી અરજીના સંદર્ભમાં બે અલગ અલગ પણ સર્વાનુમતે ચુકાદા આપ્યા હતા.

દરમિયાન ઈલેક્ટોરલ બોન્ડનો ફાયદો કેવળ શાસક ભારતીય જનતા પક્ષને જ થયો છે એમ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મહારાષ્ટ્રના વિરોધ પક્ષોએ જણાવ્યું હતું. શિવસેના (યુબીટી)ના સંસદ સભ્ય વિનાયક રાઉતે જણાવ્યું હતું કે ‘શિવસેના (યુબીટી) આ નિર્ણયને આવકારે છે અને એનાથી કોણે કેટલું ભંડોળ આપ્યું એ જણાવવાની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને સરકારને ફરજ પડશે.’ (પીટીઆઈ)

ચુકાદાની ભાજપને કોઈ અસર નહીં થાય: બાવનકુળે
મુંબઈ: ઈલેક્ટરલ બૉન્ડને ગેરબંધારણીય ઠેરવવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાની ભારતીય જનતા પક્ષને કોઈ અસર નહીં થાય કારણ કે ભાજપ રાજકીય સત્તાના જોરે પૈસા મેળવવામાં નથી માનતો, એમ મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે ભાજપ પર માછલાં ધોઈ રહેલા વિરોધ પક્ષોની ટીકા સંદર્ભે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા બાવનકુળેએ જણાવ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આદર કરવો જોઈએ. જોકે, એની ભાજપને કોઈ અસર નહીં થાય. અમે રાજકીય સત્તાના જોરે પૈસા મેળવવામાં નથી માનતા. જે લોકો રાજકીય તાકાતના જોરે ભંડોળ એકઠું કરી સત્તા પર આવે છે એમને આ ચુકાદાની અસર થશે.’ (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…