આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

બોલો, ચાર ડીસીપીની બદલી મુદ્દે ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પંચને લોકસભાની ચૂંટણી પૂર્વે શહેરના ચાર ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી)ની તેમના કમિશનરેટ ઝોનની બહાર બદલી ન કરવામાં આવે, એવી અરજી કરી હતી. જોકે, સરકારની આ અરજી ચૂંટણી પંચ દ્વારા અમાન્ય કરવામાં આવી છે.

ચૂંટણી પંચની ગાઇડલાઇન્સ અનુસાર લોકસભાની ચૂંટણી હાથ ધરાય તેના ચાર વર્ષ પૂર્વના સમયગાળા દરમિયાન એક જ જિલ્લા કે પછી કમિશનરેટ ઝોનમાં ત્રણ વર્ષથી વધુ સમય સેવા આપનારા પોલીસ અધિકારીઓને બદલી કરવામાં આવશે, જેથી પારદર્શકતા અને નિષ્પક્ષતા જળવાઇ રહે.

આ ઉપરાંત, મુંબઈમાં આઇજી (ઇન્સ્પેક્ટર જનરલ) રેન્કના અધિકારી, જેને એક કમિશનરેટ ઝોનમાં ત્રણ વર્ષ કરતાં વધુ સમય સેવા આપી હોય તેમની બદલી વિશે સ્પષ્ટતા કરવાની અરજી પણ કરી હતી. જોકે, તે વિશેનો જવાબ હજી સુધી ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યો નથી.

રાજ્ય સરકારની અરજી અસ્વીકાર થતા હવે શહેરમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા ચાર અધિકારીઓની શહેરની બહાર ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરમાં ખાલી પડેલા ડીસીપીના હોદ્દા માટે અધિકારીઓ પણ નિમવામાં આવશે.
એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી અનુસાર ચૂંટણી પંચની જોગવાઇઓ આઇજી રેન્કના પોલીસ અધિકારીઓ ઉપરાંત શહેરના જોઇન્ટ કમિશનરના હોદ્દે રહેલા અધિકારીઓને પણ લાગુ પડશે.

રાજ્ય સરકારની અરજીનો અસ્વીકાર થવાનું કારણ આપતા અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે જો એક રાજ્યની માંગણી સ્વીકારવામાં આવે તો પછી અન્ય રાજ્યો પણ પોલીસ અધિકારીઓની બદલી રોકવાની અરજી કરી શકે છે અને તે એક પ્રકારે દાખલો બની જાય. એટલા માટે રાજ્ય સરકારની અરજી માન્ય કરવામાં આવી નથી.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker