ઈલેક્શન: મોંઘવારી નહીં નડે ઉમેદવારોને, ચૂંટણી પંચે ખર્ચની મર્યાદા વધારી, જાણો કેટલી?
મુંબઈ: વિધાનસભા માટે ઉમેદવારી અરજી દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ઉમેદવારોએ કરેલા ખર્ચને ઉમેદવારોએ ચૂંટણી પંચને રજૂ કરવાનો રહેશે. ઉમેદવારો દ્વારા કરવામાં આવનારા ખર્ચ અને રજૂ કરવામાં આવેલા ખર્ચની ચૂંટણી બ્રાંચ દ્વારા ચકાસણી કરવામાં આવશે. આ વર્ષે ચૂંટણી પંચે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઇને ઉમેદવારને ૪૦ લાખ રૂપિયા ખર્ચ કરવાની છૂટ આપી છે. આ પહેલાં મર્યાદા ૨૮ લાખ રૂપિયા હતી. આમાં આ વખતે વધારો કરવામાં આવ્યો છે.
ઉમેદવારોને આપવામાં આવેલી છૂટમાં બેઠક, સભા, રેલી, જાહેરાત અને વાહનોના ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ખર્ચ ચૂંટણી પંચને આધીન રહીને કરવો પડશે. આ માટે પણ જિલ્લા ચૂંટણી બ્રાંચે ખર્ચના દર નિશ્ર્ચિત કર્યા છે. ઉમેદવારી અરજી દાખલ કરી હોય ત્યારથી કરવામાં આવેલા તમામ ખર્ચને ગણવામાં આવશે. આ માટે ઉમેદવારે નેશનલાઈઝ કે પછી સહકારી બેંકમાં ખાતું ખોલાવવું પડશે. અરજી દાખલ કરતા સમયે ઉમેદવારને ખર્ચની નોંધણી માટે રજિસ્ટર આપવામાં આવશે. જેમાં ઉમેદવારોએ ચૂંટણી સમયમાં ખર્ચની રોજેરોજની નોંધ રાખવી અનિવાર્ય છે. પ્રચાર માટે વપરાશમાં લેવામાં આવતાં વાહનોના દર પણ નક્કી કરવામાં આવ્યા છે. તે અનુસાર બાઈકના ૧ દિવસના ૧૨૦૦ રૂપિયા, રિક્ષાના ૧૩૦૦ રૂપિયા, હળવાં વાહનોના ૩૩૦૦ રૂપિયા, મધ્યમ વાહનો ૩૯૦૦ રૂપિયા, ઉચ્ચ દરજ્જાનાં વાહનોના ૫૧૦૦ રૂપિયા દર નક્કી કરવામાં આવ્યો છે.
બેંડબાજાની ટીમ માટે પણ વિવિધ દર નક્કી કરવામાં આવ્યા છે. મોટા પુષ્પગુચ્છના ૨૨૦ રૂપિયા, મધ્યમના ૧૮૦ રૂપિયા, નાનાના ૧૦૦ રૂપિયા, એવી જ રીતે મોટા, મધ્યમ અને નાના હારના અનુક્રમે ૩૨૫, ૨૩૫ અને ૧૨૫ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
નશીલા પદાર્થ પર પ્રતિબંધ
ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યા મુજબ હિસાબમાં ગણવામાં આવશે. જોકે દારૂ કે પછી ડ્રગ્સ અને સિગારેટ જેવા નશીલા પદાર્થોના વપરાશ પર પ્રતિબંધ છે. એવા પદાર્થ વાપરવામાં આવ્યા હશે તો કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવી
Also Read – વરલીમાં પોલિટિકલ વૉરઃ આદિત્ય ઠાકરેને હરાવવા મહાયુતી આ સાંસદને આપશે ટિકિટ?
કોના કેટલા રૂપિયા?
વેજ થાળી – ૭૦
નોન-વેજ થાળી – ૧૨૦
પૌંઆ-શિરો-ઉપમા – ૧૫
ચા – ૮