પ્રોજેક્ટ સમયસર પૂર્ણ નહીં થાય તો સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવશે: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ, નગર વિકાસ વિભાગે કેન્દ્ર સરકારની અમૃત ઝુંબેશ તેમજ નગરોત્થાન મહા અભિયાનના માળખાકીય પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થાય અને નાગરિકોને સુવિધાઓનો લાભ ઝડપથી મળે તે માટે કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરી છે.
આ અંગેનો સરકારી આદેશ પણ ગુરુવારે પ્રકાશિત થયો હતો. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો પ્રોજેક્ટ સમયસર પૂર્ણ નહીં થાય તો જવાબદારી નક્કી કરીને સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
આપણ વાંચો: દહીંહાંડી કાર્યક્રમમાં મોટો અકસ્માત: એકનાથ શિંદેનો બચાવ, મંચ તૂટતા અફરાતફરી
આનાથી અમૃત યોજનાના બીજા તબક્કા અને નગરોત્થાન પ્રોજેક્ટ્સની ગતિ વધશે, વધુ પારદર્શિતા આવશે અને સૌથી અગત્યનું, જવાબદારી નક્કી થઈ શકશે. નવી જોગવાઈ અનુસાર, પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા લંબાવતી વખતે કોન્ટ્રાક્ટર માટે વાસ્તવિક આયોજન કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ઉપરાંત, જો નેશનલ હાઈવે ઓથોરિટી, જાહેર બાંધકામ વિભાગ, વન વિભાગ વગેરે પાસેથી સમયસર જરૂરી પરવાનગીઓ નહીં મળે, તો પ્રધાન સ્તરે સીધું ફોલો-અપ કરવામાં આવશે.
આપણ વાંચો: વિરોધ પક્ષે વિરોધના થરો ઉભા કર્યા હતા, પરંતુ અમે 232 થર લગાવીને તેમને જવાબ આપ્યો: એકનાથ શિંદે
જો પ્રોજેક્ટ સમયસર પૂર્ણ નહીં થાય, તો સંબંધિત કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ અથવા અમલ માટે જવાબદાર અધિકારી સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવા માટે તમામ સંસ્થાઓ માટે સરકારને માસિક અહેવાલો સબમિટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ માટે એક અલગ ટેમ્પલેટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ, શહેરી નવીકરણ અભિયાન માટે એક અલગ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેલ સ્થાપિત કરવાનો અને અમૃત-2 ઝુંબેશની તર્જ પર એક અલગ પોર્ટલ વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.