આમચી મુંબઈમહારાષ્ટ્ર
નવી મુંબઈ એરપોર્ટ પરથી સુખોઈ ઉડશે: એકનાથ શિંદે…
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેેએ બુધવારે એવી જાહેરાત કરી હતી કે આ સપ્તાહમાં નવી મુંબઈ એરપોર્ટ પરથી સુખોઈ ફાઈટર જેટ વિમાનો ઉડ્ડયન ભરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુખોઈ ફાઈટર જેટ કરતાં ઘણા મોટા ફાઈટર છે, તેઓ સમગ્ર વિપક્ષને એકલે હાથે પહોંચી વળે છે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે વડા પ્રધાન દ્વારા રાજ્યમાં વર્ચ્યુઅલી વિવિધ પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે જણાવ્યું હતું.
મારે એક સારા સમાચાર આપવા છે. આગામી બે-ત્રણ દિવસમાં નવી મુંબઈ એરપોર્ટ પરથી સુખોઈ ફાઈટર જેટ ઉડ્ડયન ભરશે. વડા પ્રધાન સુખોઈ ફાઈટર જેટ કરતાં મોટા ફાઈટર છે અને તેથી જ તેઓ દેશના 140 કરોડ ભારતીયોના હૃદયમાં લેન્ડ કરી ચૂક્યા છે અને દેશને જેટ સ્પીડથી ઘણી ઊંચાઈ પર પહોંચાડી રહ્યા છે.
Taboola Feed