આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઝુંપડપટ્ટી મુક્ત મુંબઈ એ જ અમારું સપનું: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય શહેર તરીકે મુંબઈ શહેરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. મુંબઈને આખી દુનિયાનું નંબર વન શહેર બનાવવાનું લક્ષ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે અને આને માટે શહેરને ઝુંપડપટ્ટી મુક્ત કરવું આવશ્યક છે. વિકાસની પ્રક્રિયામાં બધા જ ઘટકોનો સમાવેશ કરીને સર્વાંગી વિકાસ સાધી શકાય છે. આથી જ મુંબઈને ઝુંપડા મુક્ત કરવાનું આવશ્યક છે અને રાજ્ય સરકાર આ સ્વપ્ન પૂર્ણ કરશે, એવો વિશ્ર્વાસ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વ્યક્ત કર્યો હતો.
ઘાટકોપરમાં માતા રમાબાઈ આંબેડકર નગર વિકાસ પ્રોજેક્ટ હેઠળ પહેલા તબક્કાના પાત્ર રહેવાસીઓને મંંગળવારે એક કાર્યક્રમમાં ઘરભાડાના ચેકનું વિતરણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે કરવામાં આવ્યું હતું, તે પ્રસંગે તેઓ બોલી રહ્યા હતા.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથઓરિટી (એમએમઆરડીએ) ઈસ્ટર્ન ફ્રી-વેનું વિસ્તરણ ઘાટકોપરથી થાણે સુધી કરી રહ્યું છે. આ વિસ્તરણમાં આડે આવી રહેલા રમાબાઈ આંબેડકર નગરના ઝુંપડા સહિત સંપૂર્ણ રમાબાઈ આંબેડકર નગરનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. આ બાબતને ધ્યાનમાં રાખતાં ક્લસ્ટર એન-19ના પાત્ર 4,053 રહેવાસીઓમાંથી 2,580 રહેવાસીઓને ઘર ભાડાના ચેકનું વિતરણ મંગળવારે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : લાડકી બહેન કોની? એકનાથ શિંદેની કે અજિત પવારની?

દરમિયાન રહેવાસીઓને સારી ગુણવત્તાના સારી સગવડ ધરાવતા ઘરો આપવામાં આવે અને આ પ્રોજેક્ટ સમયસર પૂરો કરવામાં આવે એવા નિર્દેશ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એમએમઆરડીએ અને એસઆરએના અધિકારીઓને આપ્યા હતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button