એકનાથ શિંદેનો દેવેન્દ્ર ફડણવીસ સાથે વિવાદ?નાયબ મુખ્ય પ્રધાને આપ્યો રદિયો: બધું સમુસૂતરું હોવાનો દાવો…
થાણે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે અણબનાવની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા શિંદેએ સામે એવો સવાલ કર્યો હતો કે કોણે કહ્યું કે હું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસથી નારાજ છું? અમે બંને કેબિનેટની બેઠકમાં સાથે ગયા હતા અને અમારી વચ્ચે ચર્ચા પણ થઈ હતી.
Also read : રાહુલ ગાંધીને દિલ્હીને બદલે મહારાષ્ટ્રની ચૂંટણી યાદ આવી, ઈલેક્શન કમિશન પર લગાવ્યા ગંભીર આરોપો…
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે અણબનાવની જોરદાર અફવાઓ છે. હવે એકનાથ શિંદેએ પોતાના તરફથી સ્પષ્ટતા કરીને આ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. તેમણે કહ્યું હતું કે તમને કોણે કહ્યું કે હું દેવેન્દ્ર ફડણવીસથી નારાજ છું?
ગઈકાલે અમે બંને સાથે કેબિનેટ મીટિંગમાં હાજરી આપી હતી, અમારી ચર્ચા થઈ હતી… જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બન્યા, ત્યારે હું તેમની કેબિનેટમાં હતો… જ્યારે હું મુખ્ય પ્રધાન બન્યો, ત્યારે તેઓ નાયબ મુખ્ય પ્રધાન હતા… તે સમયે પણ તેમણે મને ટેકો આપ્યો હતો. હવે અમે તેમને ટેકો આપી રહ્યા છીએ… મહારાષ્ટ્રના વિકાસ માટે હું સંપૂર્ણપણે તેમની સાથે છું.
તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર મારા મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલી કોઈપણ યોજના બંધ કરશે નહીં. લાડકી બહેન યોજના બંધ થવાના સમાચાર છે, પણ એવું કંઈ થશે નહીં.
દરમિયાન, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં મહાયુતિના શાનદાર વિજય માટે રાજ્યના નાગરિકોની પ્રશંસા કરતા ગુરુવારે કહ્યું કે 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં ક્યારેય કોઈ ગઠબંધન 230 બેઠકો જીતી શક્યું નથી.
Also read : મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપના એંધાણ, ઉદ્ધવ સેનાના છ સાંસદ શિંદેના સંપર્કમાં
વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાગઠબંધને 237 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપે એકલા 132 બેઠકો જીતી હતી.