આમચી મુંબઈ

વડા પ્રધાનના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે બજેટ નિર્ણાયક પગલું: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા તરફ એક નિર્ણાયક પગલું છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે દેશની આર્થિક રાજધાની મુંબઈ અને બાકીના રાજ્યને પણ નોંધપાત્ર શક્તિ પ્રદાન કરે છે.

રવિવારે, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સતત નવમી વખત બજેટ રજૂ કર્યું હતું. શિંદેએ માળખાગત સુવિધાઓ અને સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોના પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રશંસા કરી, જે તેમણે કહ્યું કે તે મુખ્ય વિકાસ એન્જિન તરીકે કામ કરશે, તેમજ શહેરી વિકાસમાં, ખાસ કરીને નાના શહેરો માટે નોંધપાત્ર રોકાણ ઉપલબ્ધ થશે.

આપણ વાચો: BMC ચૂંટણી પરિણામ 2026: મેયરપદ માટે ઠાકરે બંધુઓ સાથે હાથ મિલાવશે એકનાથ શિંદે? કહ્યું, અમે તો…

‘મહારાષ્ટ્ર મોટા પાયે શહેરીકરણમાંથી પસાર થઈ રહ્યું છે. શહેરોના વિકાસ માટે 12 લાખ કરોડ રૂપિયાના ભંડોળની સાથે, ટાયર-ટુ અને ટાયર-થ્રી શહેરોના વિકાસને વેગ આપવાની જાહેરાત આપણા શહેરી કેન્દ્રોનો ચહેરો બદલી નાખશે.

નિસિપલ બોન્ડ માટે 100 કરોડ રૂપિયાની છૂટ એ રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનોને મજબૂત બનાવતું પગલું છે,’ એમ રાજ્ય સરકારમાં નગર વિકાસ ખાતું સંભાળતા શિંદેએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, સેમી-ક્ધડક્ટર માટે 40,000 કરોડ રૂપિયા, બાયોફાર્મા માટે 10,000 કરોડ રૂપિયા તેમજ કાપડ, હાથવણાટ અને હસ્તકલામાં અદ્યતન ટેકનોલોજીના પ્રોત્સાહનથી મહારાષ્ટ્રનો ઉત્પાદન કેન્દ્ર તરીકેનો દરજ્જો વધુ મજબૂત બનશે.

આપણ વાચો: વિપક્ષને હારનો અંદાજ આવી ગયોઃ એકનાથ શિંદેએ ઠાકરેભાઈઓને આપ્યો જવાબ

શિંદેએ જણાવ્યું હતું કે, મુંબઈ-પુણે અને પુણે-હૈદરાબાદ હાઇ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત રાજ્યના વિકાસને મોટું પ્રોત્સાહન આપશે.

તેમણે કહ્યું કે, મેડિકલ હબનું નિર્માણ અને મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાથી મુંબઈ અને પુણેના વિશ્ર્વ કક્ષાના તબીબી સેવા ક્ષેત્રોમાં નોકરીઓમાં વધારો થશે.

‘આ બજેટ ત્રણ ફરજો પર આધારિત છે: આર્થિક વિકાસ, સામાન્ય માણસના જીવનધોરણમાં વધારો અને બધા માટે વિકાસ. વૈશ્ર્વિક અસ્થિરતાના યુગમાં, ભારતે વિશ્ર્વને આત્મનિર્ભરતાનો સંદેશ આપ્યો છે. આ દૂરંદેશીનું સંપૂર્ણ શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવું જોઈએ,’ એમ શિંદેએ ભારપૂર્વક જણાવ્યું હતું.

તેમણે નવી સરળ આવકવેરા પ્રણાલી અને ક્રોનિક રોગો માટેની દવાઓ પર આયાત જકાતમાં ઘટાડાની પ્રશંસા કરી, જેને તેમણે હજારો દર્દીઓ માટે મોટી રાહત ગણાવી હતી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button