મનોજ જરાંગે પાટીલઃ અજીત દાદાનું મુખ્ય પ્રધાન સાથે ન હોવું એ ચર્ચાનું કારણ: એનસીપીનો ખુલાસો…
મુંબઈઃ છેલ્લા 17 દિવસથી ચાલી રહેલી મનોજ જરાંગે પાટીલની ભૂખ હડતાલ આખરે આજે સમેટાઈ છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદે અંતરવાલી સરટી ગામમાં ગયા અને મનોજ જરાંગે પાટીલને સમજાવ્યા હતા. જરાંગે પાટીલે મુખ્યપ્રધાન ના હસ્તે જ્યુસ પીને ભૂખ હડતાળ તોડી હતી. જોકે તેમની સાથે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ન હોવાથી સરકારમાં બધું સમુંસૂતરું ન હોવાની ચર્ચા થઈ રહી છે.
“આ ખૂબ જ સારી વાત છે કે ભૂખ હડતાલ સમાપ્ત થઈ ગઈ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે સ્થળ પર પહોંચી ગયા છે અને જરાંગે પાટીલે જ્યુસ પીને ઉપવાસ તોડ્યા છે. આ મહારાષ્ટ્ર માટે, મરાઠા ભાઈઓ માટે ખૂબ જ સારી બાબત છે,” દિલીપ વલસે-પાટીલે કહ્યું હતું . “સરકારની ભૂમિકા મરાઠા સમાજને આરક્ષણ આપવાની છે. તેમાં કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ છે. અમને વિશ્વાસ છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તે ટેકનિકલ મુશ્કેલીઓનું પણ ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે,” એમ પણ દિલીપ વલસે પાટીલે જણાવ્યું હતું.
“સૌથી અગત્યનું, અનામત કેવી રીતે ટકી રહેશે? તે કેવી રીતે ટકી રહેશે? કોર્ટમાં શું થશે? હું અત્યારે આ અંગે ટિપ્પણી કરી શકીશ નહીં, પરંતુ કાયદેસર રીતે, આ માટે ચોક્કસપણે પ્રયાસો કરવામાં આવશે અને મરાઠાઓને ન્યાય આપવામાં આવશે,” એમ પણ તેમણે જણાવ્યું હતું. એવી ચર્ચા હતી કે નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે જશે. પરંતુ વાસ્તવમાં મુખ્યપ્રધાન એકલા ગયા એટલે ચર્ચા શરૂ થઈ. “અજિત દાદા જાય કે મુખ્યપ્રધાન જાય, એક જ વાત છે. બંને રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
અને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે, તેઓ સરકારના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે ત્યાં ગયા છે,” એવો બચાવ દિલીપ વલસે પાટીલે કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે શિંદે અને અજિત પવાર ને બનતું ન હોવાનું લાંબા સમયથી ચર્ચાઇ રહ્યું હતું. ફડણવીસની ગેરહાજરીમાં બંને એક મંચ પર આવતા નથી. આ વિષય મરાઠા સમાજને લગતો હોવાથી અજિત પવાર હાજર રહેવા માગતા હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમનું જવાનું રદ થયું હતું.
અજિત પવાર હાજર હોય ત્યારે તેઓ પોતાના આભામંડળ થી મુખ્ય પ્રધાનને ઢાંકી દેતા હોય છે એવો મત આવતા શિંદે પવાર સાથે હાજર રહેવા માગતા નથી