‘તુમ લડો મૈં બુકે દેકર ઘર જાતા હૂં…’, એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની ઉડાવી મજાક…
નાગપુર: વિધાનસભાના શિયાળુ સત્રમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અંતિમ સપ્તાહના પ્રસ્તાવ પર વિધાન પરિષદમાં જવાબ આપતાં શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરેની નામ લીધા વગર મજાક ઉડાવી હતી અને વિપક્ષી નેતા અંબાદાસ દાનવેને સંબોધીને કહ્યું હતું કે તમે સત્તાધારીઓ સાથે લડી રહ્યા છો અને તમારા નેતા બુકે આપીને જતા રહે છે.
આ પણ વાંચો : ૧૨ લોકોની ક્ષમતાની બોટથી બચ્યાં ૫૭ જણનાં જીવ પાયલટ કૅપ્ટને પોતાના અનુભવથી આ સાહસ કરી દેખાડ્યું…
મહાયુતિ દ્વારા લાવવામાં આવેલી કોઈપણ યોજના બંધ કરવામાં આવશે નહીં, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે લોકોના કલ્યાણ માટે તેઓ નવી યોજનાઓ પણ લાવશે. અંબાદાસ દાનવેને જોઈને એકનાથ શિંદેએ કહ્યું, અંબાદાસ, પહેલાં તમે લડ્યા અને તમારાં કપડાં સાચવ્યા’. હવે ‘તુમ લડો મેં બુકે દેકર ઘર જાતા હૂં…’ આવી સ્થિતિ છે, એમ તેમણે કહ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ચર્ચાનો જવાબ આપતાં જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, મહાયુતિની સરકારે અઢી વર્ષમાં રેકોર્ડબ્રેક કામો કર્યાં છે. બંધ કરાયેલી તમામ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ કામ કરનારાઓને ચૂંટ્યા છે. અમે પહેલા પણ કહેતા હતા કે અમે આરોપોનો જવાબ આરોપથી નહીં આપીએ.
અમે અમારા કાર્ય દ્વારા જવાબ આપીશું. હવે પણ એ જ કરીશું. લોકોને આક્ષેપો નથી, વિકાસના કામો જોઈએ છે. લોકોએ અમને ઘણો પ્રેમ આપ્યો કારણ કે અમે તે આપ્યો છે.
એકનાથ શિંદે પરભણી અને બીડની ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, મુખ્ય પ્રધાને શુક્રવારે પરભણી અને બીડને લઈને ગૃહમાં જવાબ આપ્યો છે. તે સ્થળે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પરભણી અને બીડમાં જે બન્યું તેના માટે ન્યાય મળશે. કારણ કે અમારી સરકાર ન્યાયની સરકાર છે. તે સ્થળે બનેલી ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : આદિત્ય ઠાકરે ફરી મળ્યો ફડણવીસનેઃ ચર્ચાઓ જોરમાં
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના તેમને ટોણો મારતાં તેમણે કહ્યું હતું કે જે લોકો ઘરે બેઠા હતા તેમને હવે લોકોએ ઘરે બેસાડ્યા છે. તેઓએ વિકાસના કામમાં સ્પીડ બ્રેકર મુક્યા હતા. અગાઉની યુતિ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘણી યોજનાઓ બંધ થઈ ગઈ હતી. તેથી અમે સત્તામાં આવતાની સાથે જ તમામ યોજનાઓ શરૂ કરી દીધી. તેમણે કહ્યું કે અમારી સરકારે ફરી સાબિત કર્યું છે કે તે ગતિશીલ સરકાર છે.