આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘ચિંતા કરશો નહીં, બધા…’, સીએમ પદને લઈને એકનાથ શિંદેએ આપ્યું મોટું નિવેદન

મુંબઇઃ મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી મોટું નિવેદન આપ્યું છે. મહાયુતિ ગઠબંધનને આપવામાં આવેલા જંગી જનાદેશ વચ્ચે, કાર્યકારી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમની સરકારની સિદ્ધિઓને જનતાના વિશ્વાસનું કારણ ગણાવ્યું છે. સરકારની રચના વિશે વાત કરતા એકનાથ શિંદેએ કહ્યું હતું કે આવતીકાલની બેઠકમાં બધુ નક્કી કરવામાં આવશે. નોંધનીય છે કે સોમવારે મુંબઈમાં મહાયુતિની બેઠક છે. એકનાથ શિંદેએ કહ્યું હતું કે, મેં ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને સીએમ પદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કહેશે તે અંતિમ માનવામાં આવશે. એકનાથ શિંદે 3 દિવસ પહેલા ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા. જોકે, ત્યાર બાદ તેઓ પોતાના ગામ જતા રહ્યા હતા.

ગઈકાલે શિવસેનાના નેતા એકનાથ શિંદેની તબિયત લથડી હતી. ડોક્ટરોએ તેમની તપાસ કરી હતી અને તેમને આરામ કરવાની સલાહ આપી હતી. એકનાથ શિંદેએ પોતાના સ્વાસ્થ્ય અંગે જણાવ્યું હતું કે, ‘મારૂં સ્વાસ્થ્ય હવે સારૂ છે, હું અહીં આરામ કરવા આવ્યો હતો. મેં ચૂંટણીમાં ઘણી દોડધામ થઈ હતી. મેં એક દિવસમાં 8-10 બેઠકો કરી હતી. મેં 2-2.5 વર્ષના મારા કાર્યકાળ દરમિયાન કોઈ રજા લીધી નથી.

મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં થઇ રહેલા વિલંબ પર શિવસેના (શિંદે) જૂથના પ્રમુખ એકનાથ શિંદેએ કહ્યું કે, લોકોએ અમને ઐતિહાસિક જનાદેશ આપ્યો છે અને વિપક્ષને વિપક્ષના નેતાની પસંદગી કરવાની પણ તક આપી નથી. એવા સમયે હું એક જ વાત કરીશ કે સરકારની રચના થઇ જશે. ત્રણેય પક્ષમાં સમન્વય છે. વિપક્ષના તારીખ,સ્થળ નક્કી થઇ ગયું છે પણ મુખ્ય પ્રધાન નક્કી નથી તેવા સવાલના જવાબમાં શિંદેએ જણાવ્યું હતું કે, કાલે ભાજપની વિધાન સભ્ય દળની બેઠક છે. તેમાં મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર અંગે નિર્ણય લેવામાં આવશે. તમે ચિંતા ના કરો.’

વિવિધ અટકળોનો જવાબ આપતા શિંદેએ જણાવ્યું હતું કે, “વિભાગોને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા મુદ્દાઓ વાતચીત પછી ઉકેલાશે. સૌથી મહત્વની વાત એ છે કે જનતાએ અમારી પ્રતિબદ્ધતાને કારણે અમને ચૂંટ્યા છે, અને અમે તે વિશ્વાસ જાળવી રાખવા માંગીએ છીએ. તે મહત્વનું નથી કે કયું પદ કોને મળે છે. લોકોને આપેલા વચનો પૂરા કરવાની જવાબદારી અમારી છે.

આ પણ વાંચો : કવર સ્ટોરી: મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રીપદનું કોકડું કેમ ગૂંચવાયું?

શ્રીકાંત શિંદેના ડેપ્યુટી સીએમ બનવા અંગેની ચર્ચા પર શિંદેએ કહ્યું હતું કે, “આ માત્ર ચર્ચાઓ છે. ઘણા લોકો કંઈ પણ કહે છે. અમે અમિત શાહ સાથે મુલાકાત કરી ચૂક્યા છીએ અને અમારી બીજી બેઠક મુંબઈમાં યોજાશે, જેમાં હું, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ હાજર રહીશું. જનતાએ અમને મોટો જનાદેશ આપ્યો છે. વિપક્ષ પાસે કોઇ કામ નથી તેથી તેઓ ઈવીએમનો મુદ્દો ઉછાળી રહ્યા છે.”

પોતાની સરકારના કામનો ઉલ્લેખ કરતા શિંદેએ કહ્યું હતું કે, “છેલ્લા અઢી વર્ષમાં અમે ઘણા વિકાસ કાર્યો કર્યા છે. ‘લાડકી બહેન યોજના’ જેવી અમારી યોજનાઓનો લોકોને ફાયદો થયો છે. અમારી કલ્યાણકારી યોજનાઓથી દરેક પરિવારના કોઈને કોઈ સભ્યને ફાયદો થયો છે. અમારું કામ મહારાષ્ટ્રના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button