આમચી મુંબઈ

ભારત આતંકવાદ સાથે સમાધાન કરશે નહીં, પાકિસ્તાનનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે: એકનાથ શિંદે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું કે ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવે છે અને પાકિસ્તાનને વિશ્ર્વના નકશા પરથી ભૂંસી નાખવાની ક્ષમતા ધરાવે છે. તેમની ટિપ્પણી ચાર દિવસના તીવ્ર ક્રોસ બોર્ડર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ પછી તાત્કાલિક અસરથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી થયાના એક દિવસ પછી આવી છે.

‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે કે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા અપનાવવામાં આવશે. ભારત આતંકવાદ પર કોઈપણ સમાધાન સહન કરશે નહીં,’ એમ શિંદેએ પત્રકારોને જણાવ્યું હતું. ભારત પાસે બાહ્ય ખતરાઓનો સામનો કરવાની તાકાત છે, એમ પણ તેમણે કહ્યું હતું.

ભારત વિશ્વના નકશા પરથી પાકિસ્તાનને ભૂંસી નાખવાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાને ભારતના મક્કમ વલણમાંથી બોધપાઠ લેવાની આવશ્યતકતા છે,’ એમ શિંદેએ કહ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે પાકિસ્તાને પોતાની મર્યાદાઓને ધ્યાનમાં લઈને ભારત સાથે સંઘર્ષમાં ઉતરવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button