ગૃહ મંત્રાલયના બદલામાં એકનાથ શિંદેને 3 વિકલ્પ?ભાજપના સૂત્રોનો દાવો…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના નેતાઓએ વિધાનસભાના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કર્યા બાદ મુખ્ય પ્રધાનપદના સસ્પેન્સનો અંત આવ્યો હતો. જો કે શપથ ગ્રહણ સમારોહ સુધી શિવસેનાના નેતા એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લેશે કે કેમ તે અંગે શંકા ચાલી રહી હતી. અંતે તેમણે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.
જો કે હવે શિવસેનાને ગૃહ ખાતું મળશે કે દેવેન્દ્ર ફડણવીસ રાખશે એ મુદ્દે જોરદાર ચર્ચા ચાલી રહી છે. રસપ્રદ વાત એ છે કે બંને પક્ષો ગૃહ મંત્રાલયનો આગ્રહ રાખી રહ્યા છે. તેથી ભાજપ દ્વારા એકનાથ શિંદને ગૃહ મંત્રાલયને બદલે 3 પોર્ટફોલિયોનો વિકલ્પ આપવામાં આવ્યો હોવાના અહેવાલ હાથ લાગ્યા છે. શિવસેનાનું શિંદે જૂથ ગૃહ મંત્રાલય સમકક્ષ આ ત્રણમાંથી એક વિભાગ પસંદ કરવા માંગે છે. આથી એવું લાગે છે કે વિસ્તરણ આડેની મોટી સમસ્યાનું નિવારણ થશે.
આ પણ વાંચો : શિંદે જૂથે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ અંગે સ્પષ્ટતા કરી…
સૂત્રોએ માહિતી આપી છે કે ગૃહ મંત્રાલયના બદલામાં એકનાથ શિંદેને 3 વિકલ્પ આપવામાં આવ્યા છે. તેમાં મહેસૂલ, જળ સંસાધન અને જાહેર બાંધકામ વિભાગ એમ ત્રણ વિભાગોમાંથી કોઈ એક પસંદ કરવાનો વિકલ્પ છે. શિવસેના એવું ખાતું મેળવવાનો આગ્રહ રાખી રહી છે, જે ગૃહ ખાતા જેટલું જ મહત્ત્વનું હોય. જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેનાને ઊર્જા મંત્રાલય અને ગૃહનિર્માણ ખાતાનો પોર્ટફોલિયો મળવાની શક્યતા ઓછી છે. તેથી, ઉપરોક્ત 3 વિકલ્પોમાંથી એક શિંદે જૂથ દ્વારા પસંદ કરી શકાય છે, જેમાં મહેસૂલનું મહત્ત્વનું ખાતું છે. અગાઉની ગઠબંધન સરકારમાં મહેસૂલ વિભાગ ભાજપ પાસે હતું, રાધાકૃષ્ણ વિખે પાટીલ આ વિભાગના વડા હતા. તો સાર્વજનિક બાંધકામ (પીડબ્લ્યુડી)નું ખાતું પણ ભાજપ પાસે હતું. જોકે, એકનાથ શિંદે મુખ્ય પ્રધાન પદ પરથી નાયબ મુખ્ય પ્રધાન તરીકે ગૃહ વિભાગનો આગ્રહ રાખી રહ્યા છે. જો કે ભાજપ પણ ગૃહ ખાતું છોડવા તૈયાર નથી.
આ પણ વાંચો : ભવિષ્યનો વિચાર કરીને મુંબઈનો વિકાસ કરો: હાઇ કોર્ટ
હોમ અફેર્સ પર ફડણવીસે શું કહ્યું?
આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ પોતાનો પહેલો ઈન્ટરવ્યુ આપ્યો હતો. તે સમયે બોલતા તેમણે ગૃહ ખાતા અંગે સ્પષ્ટ ટિપ્પણી કરી હતી. ગૃહ ખાતું, મહેસૂલ ખાતુંનું બહુ મહત્વ નથી. અમારા મહાયુતિમાં ત્રણ પક્ષો છે. ફડણવીસે કહ્યું કે આ ત્રણેય પક્ષોને યોગ્ય સન્માન આપવામાં આવ્યું છે. ગૃહ ખાતું પણ તમારી પાસે હશે? આ સવાલ પર બોલતા દેવેન્દ્ર ફડણવીસે હસીને જવાબ આપ્યો હતો કે, જ્યારે નિર્ણય લેવામાં આવશે ત્યારે હું તમને જણાવીશ. આથી, ગૃહ ખાતાનું સસ્પેન્સ ચાલુ રહે છે. જો કે, એક મુલાકાતમાં, ફડણવીસે એમ પણ કહ્યું છે કે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ ખાતા અને રાજ્યમાં ગૃહ ખાતા વચ્ચે વધુ સારા સંકલન માટે અમારી પાસે તે ખાતું હોય તો તે વધુ સારું રહેશે.