આમચી મુંબઈમહારાષ્ટ્ર

રાજ્યમાં આરોગ્ય તંત્રનું નેટવર્ક વિસ્તરશે: મુખ્ય પ્રધાન…

મુંબઈ: રાજ્યના સામાન્ય નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સરકાર આરોગ્ય તંત્રનું નેટવર્ક મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે એવી ખાતરી આપી હતી કે છત્રપતિ સંભાજીનગરમાં નિવાસી ડોકટરો માટે સુવિધાઓના નિર્માણ માટે જરૂરી ભંડોળ પૂરું પાડવામાં આવશે. શિંદેએ ‘ચિઠ્ઠી મુક્ત ઘાટી’ પહેલ માટે હોસ્પિટલ પ્રશાસનની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો : મહાયુતિના 70 ટકા ઉમેદવારો ફાઈનલ…

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે છત્રપતિ સંભાજીનગર ખાતેની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (ઘાટી)ની મુલાકાત લીધી હતી અને ક્રિટિકલ કેર હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું અને ડોક્ટરો સાથે વાતચીત કરી હતી.

એકનાથ શિંદેએ કહ્યું હતું કે તમે ડોક્ટરો સામાન્ય માણસ માટે વિઘ્નહર્તા (મુશ્કેલી હરી લેનારા)ની ભૂમિકા ભજવો છો. અઢી વર્ષ પહેલાં અમારી સરકાર આવી ત્યારથી અમે સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લઈ રહ્યા છીએ. આરોગ્યના ક્ષેત્રમાં પણ અમે સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લીધા છે. રાજ્યના સામાન્ય નાગરિકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે પહેલ કરવામાં આવી છે. અમારો ભાર હેલ્થ સિસ્ટમ નેટવર્કને મજબૂત કરવા પર છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારી મેડિકલ કોલેજોના વરિષ્ઠ નિવાસી ડોકટરોને દર મહિને રૂ. 5,000નો સુધારિત પગાર આપવાનો અને મેડિકલ કોલેજોના ઈન્ટર્નશીપ વિદ્યાર્થીઓની વિદ્યાવેતનમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button