વિનોદ કાંબલીના નાથ બન્યા એકનાથ શિંદે સારવાર માટે મોટી આર્થિક મદદ કરી…
મુંબઈ: પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની તબિયત અચાનક બગડી હતી અને તેમને થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : વિનોદ કાંબલીની બીમારીનું થયું નિદાન, મેડિકલ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
હાલમાં, વિનોદ કાંબલી પાસે BCCI પેન્શન સિવાય આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી. તેમની સામે સવાલ એ છે કે આવી સારવાર માટેનો ખર્ચ ક્યાંથી ભરાશે, પરંતુ એક દિલાસો આપનારા સમાચાર એ છે કે વિનોદ કાંબલીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર બહાર આવતાની સાથે જ ઘણા લોકો વિનોદ કાંબલીની સારવાર માટે આગળ આવી રહ્યા છે. હવે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ તેમની સારવાર માટે મદદનો હાથ લંબાવ્યો છે.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિનોદ કાંબલીની સારવાર માટે પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ઓએસડી મંગેશ ચિવટે વિનોદ કાંબલીને મળ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. ચિવતેએ ડૉક્ટર પાસેથી કાંબલીની તબિયત વિશે માહિતી મેળવી હતી.
ક્રિકેટર વિનોદ કાંબલીએ આ મદદ માટે એકનાથ શિંદેનો આભાર માન્યો હતો અને તેમને એકવાર હોસ્પિટલની મુલાકાત લેવા વિનંતી પણ કરી હતી. એવી માહિતી સામે આવી રહી છે કે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને સાંસદ શ્રીકાંત શિંદે ટૂંક સમયમાં વિનોદ કાંબલીને મળશે.
વિનોદ કાંબલી એક યા બીજા કારણોસર સતત સમાચારોમાં રહેતા હોય છે. હાલમાં જ સચિન સાથેનો તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. સચિન અને વિનોદ કાંબલી એક ઈવેન્ટ માટે આવ્યા હતા. આ વખતે કાંબલીએ સચિનને મળવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ ખુરશી પરથી ઊભા પણ નહોતા થઈ શક્યા.
નોંધનીય છે કે વિનોદ કાંબલીએ શરૂઆતમાં યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનની ફરિયાદ કરી હતી, ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સચિન તેંડુલકર વિનોદ કાંબલીને મળ્યો, કાંબલીએ હાથ પકડી લીધો, જુઓ ભાવુક વિડીયો
હોસ્પિટલમાં અનેક પરીક્ષણો પછી વિનોદ કાંબલીના મગજમાં લોહીની ગાંઠ હોવાનું જણાયું હતું.