મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વર્સોવા ખાડી પાસે કામમાં અટવાયેલા મજૂરના પરિવારને 50 લાખનો ચેક આપ્યો
થાણે: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ફાઉન્ટેન હોટલ પાસે વર્સોવા ખાડીમાં અકસ્માતમાં જેસીબીની સાથે ફસાયેલા મજૂરના પરિવારોને રાહત ચેક સોંપ્યો. રાકેશ યાદવના પરિવારને થાણેમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને બોલાવીને આ ચેક આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાકેશની પત્ની સુશીલા યાદવ, પિતા બાલચંદ્ર યાદવ, પુત્રીઓ રિશુ અને પરી યાદવ, પુત્ર રિંકુ યાદવ અને ભાઈ દુર્ગેશ યાદવ અને એમએમઆરડીએ અને એલએન્ડટીના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.
આ પણ વાંચો: નવી મુંબઈમાં restaurant’s waiter marathi નહીં બોલતા થપ્પડ પડી, રાજકારણ ગરમાયું
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા એમએમઆરડીએને આપવામાં આવેલી સૂચના અનુસાર એલ એન્ડ ટી કંપની વતી રૂ. 35 લાખ અને રૂ. 15 લાખના વીમાની રકમ સહિત રૂ. 50 લાખનો ચેક રવિવારે રાકેશ યાદવના પરિવારને આપવામાં આવ્યો હતો. રાકેશના ભાઈ દુર્ગેશને પણ એલએન્ડટી કંપનીમાં નોકરી આપવામાં આવી છે.
આ પણ વાંચો: નવી મુંબઈમાં મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ પ્રકરણે સબ-ઈન્સ્પેક્ટર સામે ગુનો
વર્સોવા ખાડીમાં એમએમઆરડીએ વતી પાઇપલાઇનના બાંધકામ દરમિયાન જેસીબી ઓપરેટર રાકેશ યાદવ જેસીબીની સાથે કાદવ નીચે દટાયા હતા. તેમને બહાર કાઢવા માટે 17 દિવસ સુધી પ્રયાસ કરવા છતાં પણ આખરે આર્મી, કોસ્ટ ગાર્ડ, એનડીઆરએફ અનેએસડીઆરએફ તેમની ભાળ મેળવી શક્યા નથી. મદતકાર્ય માટે બધા જવાનોને એકસાથે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ઉપરથી પડી રહેલા વરસાદને કારણે તેમાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. જોકે, રાકેશના મૃતદેહને બહાર કાઢવાના પ્રયાસો હજી પણ ચાલુ છે, પરંતુ તે પહેલા આ રાહત ભંડોળ તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું.